Thursday, April 20, 2023

એક એલઈડી વેચવા નીકળ્યાને 15 શાળાઓની ચોરીનો ભાંડો ફૂટયો, શાળાઓમાં ચોરી કરનાર ટોળકીના 4 ઝડપાયા, 11 પોલીસના રડાર પર | 15 school thefts spree after one led to sell, 4 school theft gangs nabbed, 11 on police radar | Times Of Ahmedabad

દાહોદએક કલાક પહેલા

  • કૉપી લિંક

ગુજરાતના દાહોદ અને મધ્ય પ્રદેશના સરહદી ગામોમાં છેલ્લા ત્રણ વર્ષથી માત્ર શાળાઓને જ ટાર્ગેટ બનાવતી ટોળકીના ચાર સભ્યોને દાહોદ એલીસીબીએ ઝડપી પાડ્યા છે. આ ટોળકી પાસેથી શાળાઓમાંથી ચોરી કરેલા પંખા, એલઇડી, વાસણો, ઇલે. મોટર, વાયરોનો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. 15 લોકોની ટોળકીના અન્ય સભ્યોને પકડવાની તજવીજ હાથ ધરાઇ છે.

દાહોદ જિલ્લામાં પ્રાથમિક શાળાઓમાં ચોરીની ઘટના પોલીસના માથાનો દુખાવા સમાન હતી. ત્યારે એસ.પી બલરામ મીણા માર્ગદર્શનમાં એલસીબી પી.આઇ કે.ડી ડિંડોરે ચોરી કરતી ટોળકી પકડવા માટે ગુપ્ત ઓપરેશન હાથ ધર્યુ હતું. તેમાં મધ્ય પ્રદેશના ઘરફોડિયા ટોળકી હોવાનું જાણવા મળતાં તે વિસ્તાર અને રસ્તાઓ ઉપર વોચ વધારવામા આવી હતી.જેથી શાળામાં વપરાતી વસ્તુ જેવી વસ્તુઓ જોવા મળે ત્યારે ઘનિષ્ઠ પુછપરછ કરાતી હતી.
એલસીબી પીઆઈએ બાતમીના આધારે વોચ ગોઠવી
તેવા સમયે મધ્ય પ્રદેશના કુંદનપુર તરફથી વિકલાંગ માટેની મોપેડ ઉપર મોટી એલઇડી લઇને યુવકો કતવારા બજારમાં વેચવા આવતાં હોવાની બાતમી મળી હતી. જેથી કે.ડી ડિડોર, પીએસઆઇ જે.બી ધનેશા, એમ.એલ ડામોર સહિતની ટીમ આગાવાડા સાથે મધ્ય પ્રદેશથી દાહોદ પ્રવેશવાના માર્ગો ઉપર ગોઠવાઇ ગઇ હતી. એક્ટિવા થ્રી વ્હીલ ઉપર એલઈડી લઈને આવેલા મધ્ય પ્રદેશના ઝાબુઆ જિલ્લાના ભાંડાખેડા ગામના અતુલ નુરા ડામોર અને અરવીંદ ભુરા ડામોરની અટકાયત કરીને એલઇડી વીશે પુછપરછ કરતાં મોટો ઘટસ્ફોટ થયો હતો.

15 ઘરફોડિયાની ટોળકી ત્રણ વર્ષથી શાળાઓમા જ ચોરી કરતી હતી
બંને યુવાનો બાદ ભાંડાખેડાના જ શૈલેષ સુભાષ ડામોર અને ગરબાડા તાલુકાના નીમચ ગામના પરમાર ફળિયાના મેહુલ ભરત મિનામાને પણ પકડવામાં આવ્યો હતો. આ યુવાનોએ તેમની ટોળકીમાં 15 લોકો હોવાની કબૂલાત કરી હતી અને છેલ્લા ત્રણ વર્ષમાં દાહોદ જિલ્લામાં 15 અને મધ્ય પ્રદેશની 3 શાળાઓમાં ચોરી કરીની કબૂલાત કરી હતી. પોલીસે ચારેયના ઘરેથી શાળાઓમાંથી ચોરી કરેલો વિવિધ પ્રકારનો 1.15 લાખ રૂપિયા ઉપરાંતનો સામાન જપ્ત કર્યો હતો. ટોળકીના અન્યોની શોધખોળ શરૂ કરાઇ છે.
કેટલો મુદ્દામાલ જપ્ત કરાયો?
શાળા ચોરીમાં પકડાયેલા ચારેય યુવકોના ઘરેથી 21 પંખા, 2 વાયબ, 1 લેપટોપ, 4 કીબોર્ડ, 1 માઇક્રોફોન, 6 એલઇડી ટીવી, 1 હોમથિયેટર, 3 મોનીટર, 4 સ્ટાર્ટર, 1હથોડી, 1 બેટરી, 4 તપેલા, 4 પ્રિન્ટર,,3 સીપીયુ,30 ગ્લાસ,5 થાળી,1 ચાર્જર, 1 કમંડળ, 1 ડોયો, 1 માઉસ,1 પાણીની મોટર, 80 ઇલેક્ટ્રીક વાયર, 1એપ્લીફાયર, 1 ઇલેક્ટ્રીકબોર્ડ કબજે લેવામાં આવ્યુ હતું.
દિવ્યાંગના ખાસ બનાવેલા વાહનનો ઉપયોગ કરતા હતા
ચોરી કરેલા સામાનનો ભાગ પાડી લેતાં હતા અને પોતપોતાની રીતે વેચતાં હતાં. પીટોલની શાળામાંથી ચોરેલી એક્ટિવાને શૈલેષ પોતાના વિકલાંગ ભાઇ માટે ત્રણ પૈડા વાળી બનાવી લીધી હતી. આ એક્ટિવા ઉપર ચોરીનો સામાન લઇને પોતાની જરૂરિયાતોના બહાના હેઠળ હાટ બજારોમાં વેચી આવતાં હતાં. વિકલાંગનું વાહન જોઇને પોલીસ પણ શંકા કરતી ન હતી.
આ શાળાઓમાં ચોરી કરી હતી
​​​​​​​ડુંગરા ફળિયા વર્ગ, કથોડા પીપળા ફળિયા, રામપુરા પ્રા.શાળા, નગરાળા માધ્યમિક સ્કુલ, છાપરી આંબા ફળિયા, આગાવાડા પ્રા.શાળા, કતવારા વાડી ફળિયા, જાલત ખાખારિયા વર્ગ, ગુલબાર પાટી ફ.વર્ગ, ગરબાડા મા.શાળા, ભે મુખ્ય પ્રા.શાળા, ખંગેલા શીતળા માતા પ્રા.શાળા, દશલા કથડીયા ફ.વર્ગ, મ.પ્રની કુંદનપુર, દોતડ પ્રા.શાળા, પીટોલ શાળામાં ચોરીઓ કરી હતી. ગરબાડા માધ્યમિક શાળામાં ચોરીનો પ્રયાસકર્યો હતો.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: