તલોદમાં નકલી જીએસટી અધિકારી બનીને વેપારી પાસેથી 1.5 લાખ પડાવ્યા હતા; પોલીસે CCTV આધારે આરોપીને દબોચી પાડ્યા | 1.5 lakh was extorted from a trader by posing as a fake GST officer in Talod; Police nabbed the accused on the basis of CCTV | Times Of Ahmedabad

સાબરકાંઠા (હિંમતનગર)3 કલાક પહેલા

  • કૉપી લિંક

તલોદ શહેરના ટાવર વિસ્તારમાં આવેલા જનરલ સ્ટોરમાં 31 માર્ચના રોજ સાંજના સુમારે જીએસટી અધિકારીના સ્વાંગમાં આવેલા બે મહિલા અને ત્રણ પુરૂષોએ ભેગા મળી રૂપિયા 1.50 લાખની રકમ વેપારી પાસે પડાવી હતી. જોકે નકલી જીએસટી અધિકારી હોવાની વેપારીને જાણ થતા પાંચ શખ્સો વિરૂદ્ધ તલોદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ હતી. જે અંગે ગુનો નોંધી પોલીસે સીસીટીવી ફૂટેજ અને ટેકનીકલ સર્વેલન્સના આધારે તપાસ કરી ત્રણ શખ્સોને તલોદ પોલીસને ઝડપી લેવામાં સફળતા મળી હતી.

આ અંગેની વિગત એવી છે કે, તલોદ શહેરના હાર્દ સમા ટાવર વિસ્તારમાં આવેલા ભગવતી જનરલ સ્ટોરના માલિક કનુભાઇ પ્રજાપતિ તેઓની દુકાનમાં બેઠા હતા. દરમિયાન મરૂન કલરની કારમાંથી ઉતરી બે મહીલા અને ત્રણ પુરૂષ સહિત પાંચ માણસો તેઓની દુકાનમાં આવી જીએસટી અધિકારી તરીકેની ઓળખ આપી હતી. બિલોની ચકાસણી કરી તેમના પુત્રને જીએસટીના કેસમાં ફસાવી જેલ ભેગો કરવાની ચીમકી આપી હતી. જેના કારણે કનુભાઇ ગભરાઈ ગયા હતા અને આ પ્રકરણને અહીં જ પતાવી દેવાની વિનંતી કરી હતી. જેથી કેસ ન કરવાની ખાત્રી આપી દોઢ લાખ રૂપિયા જેટલી માતબર રકમ પડાવી જીએસટી અધિકારીના સ્વાંગમાં આવેલ પાંચેય જણા રફુચક્કર થઈ ગયા હતા.

પોલીસે ફરિયાદ લઈ તલોદ PSI જી.એસ.સ્વામીએ સીસીટીવી ફૂટેજ કબ્જે લઇ ટેકનિકલ સર્વેલન્સને આધારે પોલીસે આ ગુના સંદર્ભે ચંદ્રકાન્ત ઉર્ફે ચેતન મેવાડા જેની પોલીસે અટક કરી ત્યારે જન્મદિવસની ઉજવણી કરતો હતો. તથા આઝાદ કલમ નામના એક પાક્ષિકમાં પત્રકાર તરીકે કામ કરતા નેહલ પટેલની અટક કરવામાં આવી. તે સમયે હનુમાન જયંતીની પૂજામાં બેઠેલા હતા તે સમયે જ પોલીસે દબોચી લીધો હતો. આ ઉપરાંત તલોદ માર્કેટ યાર્ડ પાછળ રહેતા એક સ્થાનિક યુવાન દિનેશ મેસરિયાની ધરપકડ કરી પ્રાથમિક તપાસમાં સીસીટીવી ફૂટેજમાં દેખાતી બે મહિલા દયા અને નયનાના નામ ખુલ્યા હોવાનુ અને બંને કોઈ સામાયિકના પત્રકાર હોવાનું અને બંને અમદાવાદની રહીશ હોવાનું બહાર આવ્યું છે. આ ગુનામાં વપરાશમાં લીધેલી ગાડી કબ્જે લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે…
Previous Post Next Post