અમદાવાદ10 મિનિટ પહેલા
- કૉપી લિંક

ઠગાઈના આરોપી કિરણ પટેલને અમદાવાદ ક્રાઇમબ્રાન્ચ દ્વારા અમદાવાદ લવાયો હતો. જ્યાંથી તેને ઠગાઈની ફરિયાદમાં અમદાવાદની મેટ્રો કોર્ટમાં જજ એમ.વી ચૌહાણની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટમાં બચાવ પક્ષ અને સરકારી વકીલની દલીલો સાંભળીને કોર્ટે કિરણ પટેલના 15 એપ્રિલ સુધીના રિમાન્ડ મંજુર કર્યા છે. જો કે, સરકારી વકીલે 14 દિવસના રિમાન્ડની માંગ કરી હતી.
આરોપીએ જ્યાં-જ્યાં ડિલ કરી ત્યાં પંચનામાંની જરૂર
મેટ્રો કોર્ટમાં સરકારી વકીલ યદુકાન્ત વ્યાસે રજુઆત કરી હતી કે, આરોપીએ ખોટી ઓળખ ઉભી કેવી રીતે કરી? આરોપીએ ડૉક્ટરેનની ડીગ્રી બતાવી તેની ખરાઈ પર પણ પ્રશ્ન છે. ફરિયાદીના મકાન રીનોવેશનો ખર્ચ ક્યાંથી લાવ્યા તે મુદ્દે પણ તપાસની જરૂર છે. આરોપીએ જ્યાં-જ્યાં ડિલ માટે મિટિંગો કરી ત્યાં પંચનામાંની જરૂર છે. આરોપીના બેંક ખાતામાં બેલેન્સ ન હોવા છતાં 50 લાખના ચાર ચેક આરોપી દ્વારા આપવામાં આવ્યા છે. આ કેસમાં અન્ય ભોગ બનનાર પણ હોઈ શકે છે. આરોપી સાથે અન્ય વ્યક્તિ સંડોવાયેલ છે કે કેમ? તેની તપાસ જરૂરી છે. આરોપી સામે નરોડા અને જમ્મુ-કાશ્મીર સહિતના પોલીસ મથકોમાં ગુન્હા નોંધાયેલા છે. ત્યારે કેસના મૂળ સુધી જવા આરોપીના રિમાન્ડ જરૂરી છે.
ઘરનું 35 લાખ રૂપિયામાં જ રીનોવેશન થયું
સામે પક્ષે કિરણ પટેલના વકીલ નિસર વૈધે રજુઆત કરી હતી કે, ફરિયાદીના ઘરનું 35 લાખ રૂપિયામાં જ રીનોવેશન થયું હોય તો 50 લાખ રૂપિયા ચેકની કયા વાત છે? આ કેસ ચિટિંગનો છે કે પૈસા ક્યાંથી આવ્યા તેનો છે? પોલીસે ફરિયાદીના ભાઈ રાજકીય વગ ધરાવતા હોવાથી જબરદસ્તીની ફરિયાદ દાખલ કરી છે. અમારા અસિલે ખર્ચો વધારે કર્યો તેના રિમાન્ડ હોય?
પોલીસ આ કેસમાં નોટિસ આપી શક્તી હતી
પોલીસની થિયરી પર બચાવ પક્ષના વકીલે સવાલ ઉઠાવ્યો હતો. જ્યાં સુધી અગાઉ જુદી-જુદી હોટેલમાં રોકાવવાની વાત છે તો તેનાથી આ કેસને શું લેવા દેવા? પોલીસ આ કેસમાં નોટિસ આપી શક્તી હતી. ધરપકડ કરીને તેની ઈજ્જત કાઢવાની ક્યાં જરૂર હતી? ફરિયાદી પણ ખોટો હોઈ શકે છે. પોલીસે પૂરતા પુરાવા અને ઇન્વેસ્ટિગેશન કર્યું નથી. જે બંગલા માટે ફરિયાદીએ ફરિયાદ કરી છે તે ફરિયાદીના નામે જ છે. અમારા અસીલે બંગલો પડાવી લીધો નથી. કોઈ રેવન્યુ રેકર્ડમાં પણ કિરણ પટેલે પોતાનું નામ ચઢાવ્યું નથી. બનાવ બન્યાની તારીખ અને ફરિયાદ વચ્ચે 01 વર્ષનો ગેપ છે. આ મામલો સિવિલ કોર્ટમાં કેસ ચાલે છે તો તેના ચુકાદાની રાહ કેમ ન જોવાઇ? પોલીસ ફરિયાદી સાથે મળેલી છે. અમારા અસિલે તમામ તપાસમાં સહકાર આપ્યો જ છે.
કોર્ટે બંને પક્ષની દલીલો ધ્યાને રાખીને કિરણ પટેલના 07 દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે. આગામી 15 એપ્રિલે આ મુદ્દે વધુ સુનાવણી હાથ ધરાશે.