દાહોદ37 મિનિટ પહેલા
- કૉપી લિંક

ધાનપુર તાલુકાના આંબાકાચ ગામનો યુવક ધાનપુરના તાલુકાની જ સગીરાને પત્ની તરીકે રાખવા તેણીના ઘરેથી ભગાડીને લઈ ગયો છે. અપહયુતના પિતાએ ફરિયાદ નોંધાવતા તપાસ હાથ ધરવામા આવી છે.
પરિવાર હાજર હોવા છતાં ઘરેથી જ અપહરણ કરી ઉઠાવી ગયો
ધાનપુર તાલુકાના આંબાકાચ ગામે જેનુલભાઈ રતનાભાઈ મોહનીયા ગત તા. 4 એપ્રિલના રોજ રાત્રીના નવેકક વાગ્યાના સુમારે ધાનપુર તાલુકાના જ એક ગામમા આવ્યો હતો. સગીરાના માતા-પિતા અને ઘરના માણસો ઘરે હાજર હતા. તે દરમ્યાન જ જેનુલે 15 વર્ષથી પણ નાની સગીરાનો સંપર્ક કર્યો હતો.તેના ઘરે આવી પ્રેમના પાઠ ભણાવી પત્ની તરીકે રાખવા પટાવી, ફોસલાવી લલચાવી અપહરણ કરી લઈ ગયો હતો.
15 દિવસ પછીએ કોઈ અતો પતો નથી
આ સંબંધે ગાંગરડી ફળિયાના અપહૃત સગીરાના પિતાએ નોંધાવેલ ફરિયાદને આધારે ધાનપુર પોલિસે આંબાકાચ ગામના અપહરણકર્તા જેનુભાઈ રતનાભાઈ મોહનીયા વિરૂધ્ધ સગીરાના અપહરણનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.કારણ કે 15 દિવસ થવા છતાં સગીરાની કોઈ ભાળ મળી નથી તેમજ સગીરાની ઉંમર પુરા 15 વર્ષ પણ ન હોવાથી ઘટના વધુ ગંભીર છે. જો કે આ વયની સગીરાના અપહરણનો આ પ્રથમ કિસ્સો પણ નથી.
સગીરાઓના શોષણના ગુનાનો ગ્રાફ વધી રહ્યો છે.
અત્રે ઉલ્લેખનિય છે કે દાહોદ જિલ્લામા સગીરાના અપહરણ કરવાના કિસ્સા આંતરે તીસરે દિવસે પોલીસ મથકોએ નોંધાવાઈ રહ્યા છે.ઉપરાંત સગીરાઓને ગોંધી રાખી તેમની પર દુષ્કર્મ ગુજારવાના ગુના પણ બની રહ્યા છે અને પોલીસ ફરિયાદો પણ થઈ રહી છે.પોલીસના લાખ પ્રયાસ છતા સગીરાના અપહરણ અને તેમની ઉપર દુષ્કર્મ ગુજારવાના ગુનાનો ગ્રાફ દિવસે દિવસે વધી રહ્યો છે તે સનાતન સત્ય છે.