સાવરકુંડલાના નાળઠવી રેવન્યુ અને જંગલ વિસ્તારમાં 150 હેકટરમાં આગ લાગી, 5 કલાક બાદ આગ પર કાબૂ મેળવાયો | 150 hectare fire broke out in Nalathvi revenue and forest area of Savarkundla, fire brought under control after 5 hours | Times Of Ahmedabad

અમરેલી4 કલાક પહેલા

  • કૉપી લિંક

અમરેલીના સાવરકુંડલા રેન્જમાં આવેલા નાવઠવીના રેવન્યુ અને જંગલ વિસ્તારમાં આજે બપોરના સમયે દવ ફાટી નીકળ્યો હતો. પવનના કારણે ગણતરીની મિનિટોમાં રેવન્યુ અનેં જંગલ વિસ્તારના 150 હેકટરમાં આગ ફેલાઈ ગઈ હતી. આ વિસ્તારમાં સિંહ સહિતના જંગલી પ્રાણીઓ વસવાટ કરતા હોય વનવિભાગમાં દોડધામ મચી હતી. પાંચ કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવવામાં સફળતા મળી હતી. સદનસીબે કોઈ પ્રાણીને આગના કારણે નુકસાન થયાના હજી સુધી સમાચાર મળ્યા નથી.

સાવરકુંડલા રેન્જના નાવઠવીના રેવન્યુ અને જંગલ વિસ્તારમાં આગ લાગ્યા બાદ 150 હેકટર વિસ્તારમાં આગ પ્રસરી હતી. જેના કારણે વનવિભાગના એસીએફ શૈલેષ ત્રિવેદી સહિતના ઉચ્ચ અધિકારીઓ અને ફોરેસ્ટ કર્મચારીઓ જંગલ વિસ્તારમાં પહોંચ્યા. સતત પાંચ કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવવામાં સફળતા મળી હતી.

ધારી ગીર પૂર્વ ડીવીઝનના એસીએફ શૈલેષ ત્રિવેદીએ કહ્યું હતું કે, આશરે 150 હેકટર વિસ્તારમાં આગ લાગી હતી જંગલ અને રેવન્યુ વિસ્તાર આવેલો છે હાલમાં આગ સંપૂર્ણ કંટ્રોલ કરી લેવાય છે. જેસર અને સાવરકુંડલા વિસ્તારની વનવિભાગની ટીમ દ્વારા આગ કંટ્રોલ કરી લીધી છે. વન્યપ્રાણીને કોઈ નુકસાન નથી.

અન્ય સમાચારો પણ છે…
أحدث أقدم