પાટણમાં બ્રહ્મ સેવા સમાજ દ્વારા દિવ્યાંગજનો માટે યોજાયેલા સાધન સહાય નિદાન કેમ્પમાં 150થી વધુ લોકોએ લાભ લીધો | More than 150 people benefited from the Sadhana Sahai Nidan camp organized by the Brahm Seva Samaj for the disabled in Patan. | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • More Than 150 People Benefited From The Sadhana Sahai Nidan Camp Organized By The Brahm Seva Samaj For The Disabled In Patan.

પાટણ41 મિનિટ પહેલા

  • કૉપી લિંક

ભારત સરકારના સામાજિક અને ન્યાય અધીકારીતા વિભાગ, ન્યુ દિલ્હી અનુદાનિત અને શ્રી બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટ, પાટણ દ્વારા શનિવારે સવારે 10 વાગ્યા થી સાંજે 4 વાગ્યા સુધી પાટણવાડા ઔદીચ્ય સહસ્ર બ્રાહ્મણ સમાજની બોર્ડિંગ, જનતા હોસ્પિટલની સામે, રેલ્વે ગરનાળાની બાજુમાં દિવ્યાંગજનો માટે વિકલાંગ સાધન સહાય નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતું.

આ કેમ્પ માં ટ્રાયસિકલ, વ્હીલચેર,બગલ ઘોડી, કેલીપર્સ, જયપુરી ફૂટ, વોકર વગેરે જેવા સાધનો આપવા માટે નિદાન કરવામાં આવ્યું હતું. અને જે તે લાભાર્થીને નિ:શુલ્ક પણે તેઓની જરૂરિયાત મુજબ ના નિદાન પછી સાધનો બનાવી વિતરણ કરવામાં આવશે. દરેક દિવ્યાંગ ભાઈ-બહેનોએ વિકલાંગતા અંગેનું સિવિલ હોસ્પિટલ/મેડીકલ સર્ટીફીકેટ, આધારકાર્ડ, રાશનકાર્ડ, આવકનો દાખલો માસીક 22,500 થી ઓછી, જાતિના દાખલા ની ઝેરોક્ષ, તેમજ પાસપોર્ટ સાઈઝ ના 2 ફોટા અને વિકલાંગતા દેખાય તેવો 1 ફોટો સાથે લાભાર્થીઓ હાજર રહ્યા હતા. આ કેમ્પનો જરૂરિયાતવાળા દિવ્યાંગ લાભાર્થીઓ મોટી સંખ્યા માં ઉપસ્થિત રહી લાભ લીધો હતો.

આ પ્રસંગે શ્રીબ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટના ગોપાલભાઈએ આજના દિવ્યાંગોના નિશુલ્ક સાધન સહાય વિતરણના નિદાન કેમ્પમાં 150 થી વધુ લાભાર્થીઓ એ લાભ લીધો હોવાનું જણાવી દિવ્યાંગોની જરૂરિયાત મુજબના સાધન સહાય નું માપ લઈ આગામી સમયમાં તેઓને નિશુલ્ક વિતરણ કરવામાં આવનાર હોવાનું જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે…
Previous Post Next Post