- Gujarati News
- Local
- Gujarat
- Ahmedabad
- Out Of 1500 Projects, 42 Projects Were Awarded More Than 1.5 Lakh In Cash, The Institute Took Innovative Initiatives For The Overall Development Of Students.
અમદાવાદ16 મિનિટ પહેલા
- કૉપી લિંક

અમદાવાદની સિલ્વર ઓક યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓના પ્રોજેક્ટ માત્ર ડોક્યુમેન્ટ પૂરતા સિમિત ન રહે તે માટે એક અનોખી અને હકારાત્મક પહેલ કરવામાં આવી છે. જે અનુસંધાને એન્જિનિયરિંગ અને ટેકનોલોજીના અંતિમ વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને અભ્યાસક્રમના ભાગરૂપે તૈયાર કરેલ પ્રોજેક્ટને ડિસ્પ્લે કરવામાં આવ્યાં. સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે વિવિધ ક્ષેત્રના એક્સપર્ટ દ્વારા વિદ્યાર્થીઓએ ડિસ્પ્લે કરેલ પ્રોજેક્ટનું મૂલ્યાંકન કરી પ્રોત્સાહન ઇનામ આપી તેમના ઉત્સાહમાં વધારો કર્યો.

વર્તમાન સમયમાં તકનીકી ક્ષેત્રના વિદ્યાર્થીઓ માટે પ્રેક્ટીકલ જ્ઞાન એ સૌથી મોટો ચર્ચાનો વિષય રહ્યું છે. વિદ્યાર્થીઓ ભણે તો છે પરંતુ પ્રેક્ટીકલ લાઈફમાં કેટલું ઉપયોગી છે અથવા તો અભ્યાસ બાદ વિદ્યાર્થીઓ શું નવું કરી શકે તે પણ મહત્વની બાબત છે. આ પરિસ્થિતિમાં સિલ્વર યુનિવર્સિટીમાં વિવિધ બ્રાન્ચના વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. જેમાં અંતિમ વર્ષના ૧૫૦૦ થી વધુ વિદ્યાર્થીઓએ એકેડેમિક એક્ટિવિટી અંતર્ગત વિવિધ પ્રકારના પ્રોજેક્ટ તૈયાર કર્યા હતા. જોકે આ પ્રોજેક્ટ માત્ર નામ ના પ્રોજેક્ટ ન રહે અને વિદ્યાર્થીઓએ કરેલ મહેનતને યોગ્ય પ્લેટફોર્મ મળી રહે તે હેતુથી આ નવતર પહેલ કરવામાં આવી.

સિલ્વર ઓક યુનિવર્સિટી વિદ્યાર્થીઓના 360 ડિગ્રી વિકાસ, એટલે કે સર્વાંગી વિકાસ થાય તે હેતુથી સતત પ્રયત્નશીલ છે. ‘પ્રોજેક્ટફેર’માં કુલ ૧૫૦૦ પ્રોજેક્ટમાંથી ૪૨ પ્રોજેક્ટને ૧.૫ લાખથી વધુ રોકડ પુરસ્કાર આપવામાં આવ્યા. આ પ્રોજેક્ટ ફેર બાબતે માહિતી આપતા સિલ્વર ઓક યુનિવર્સિટીના વાઈસ પ્રેસિડન્ટ શ્રી જનક ખાંડવાલા એ જણાવ્યું કે “વિદ્યાર્થીએ કરેલ મહેનતની કદર થાય અને તૈયાર કરેલ મોડેલ અથવા ડેમો અંગે ઇન્ડસ્ટ્રીઝના એક્સપર્ટ અવગત થાય તે હેતુથી વિવિધ ઇન્ડસ્ટ્રીઝના પ્રતિનિધિઓને પણ આમંત્રણ આપવામાં આવ્યું. વિદ્યાર્થીઓની નવીનતમ શોધને ઇન્ડસ્ટ્રીના એક્સપર્ટ દ્વારા મૂલ્યાંકન કરવામાં આવ્યું અને બિરદાવવામાં આવી. સૌથી મોટી વાત એ છે કે હાલ યુવા વિદ્યાર્થીઓને પોતે કરેલ સંશોધન અથવા તો પ્રોડક્ટને માર્કેટ સુધી લઈ જવું એ સૌથી મોટો પડકાર છે ત્યારે આ ‘પ્રોજેક્ટ ફેર’માં શ્રેષ્ઠ અને સમાજ અને લોકો ને ઉપયોગી હોય એવા પ્રોજેક્ટને સિલ્વર યુનિવર્સીટીના IGNITE ઇન્ક્યુબેશન સેંટર દ્વારા સ્ટાર્ટ અપ અને પેટન્ટ સંદર્ભે તમામ પ્રકારની સહાયતા પૂરી પાડવામાં આવશે”.