પાટણના રિજિયોનલ સાયન્સ સેન્ટર ખાતે યોજાયેલી સ્પર્ધામાં જિલ્લાના 16 હજારથી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો | More than 16 thousand students of the district participated in the competition held at the Regional Science Center in Patan. | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • More Than 16 Thousand Students Of The District Participated In The Competition Held At The Regional Science Center In Patan.

પાટણ41 મિનિટ પહેલા

  • કૉપી લિંક

ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રોદ્યોગિકી વિભાગના નેજા હેઠળ કાર્યરત ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલૉજી દ્વારા સ્થાપિત રિજિયોનલ સાયન્સ સેન્ટર પાટણમાં આજે 14 એપ્રિલ 2023ના રોજ રિજિયોનલ સાયન્સ સેન્ટર તથા ગુજકોસ્ટ પ્રેરિત અને શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ પાટણ સંચાલિત પુનાભાં લોકવિજ્ઞાન કેન્દ્ર દ્વારા ભારતની સૌથી મોટી વિજ્ઞાન ક્વિઝ એટલે કે “ગુજરાત સ્ટેમ ક્વિઝ 2.0” નું આયોજન કરવામાં આવ્યું હતું .

ગુજરાત તેમજ અન્ય રાજ્યોમાંથી ધોરણ 9 થી 12 ના કુલ 5.5 લાખ જેટલા વિદ્યાર્થીઓએ નોંધણી કરાવેલ હતી, જેમાં પાટણ જિલ્લામાંથી 16 હજારથી વધુ વિદ્યાર્થીઓ નોંધાયા હતા. પાટણ તાલુકાના નોંધાયેલા વિદ્યાર્થીઓએ આજે રિજિયોનલ સાયન્સ સેન્ટર ખાતે જિલ્લા કક્ષાની સ્ટેમ ક્વિઝમાં ભાગ લીધો હતો.

આ સમગ્ર સ્પર્ધાનું આયોજન માટે સાયન્સ સેન્ટરમાં વિશેષ વ્યવસ્થા કરવામાં આવેલ હતી. જેમાં વિદ્યાર્થીઓએ શાંતિપૂર્ણ પરીક્ષા આપી હતી.ત્યારબાદ, રિજિયોનલ સાયન્સ સેન્ટરના પ્રોજેક્ટ ડાયરેકટર ડૉ. સુમિત શાસ્ત્રીએ આવેલ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા અને વિજ્ઞાન અને ટેક્નોલૉજીને લોકપ્રિય બનાવવામાં સાયન્સ સેન્ટરની ભૂમિકા વિશે સમજાવ્યું અને કહ્યું કે આ પ્રકારની વિજ્ઞાન ક્વિઝ વિદ્યાર્થીઓને આવનારા ભવિષ્યમાં વૈજ્ઞાનિક અને તકનીકી કારકિર્દી બનાવવા માટે ચોક્કસપણે મદદ કરશે. જય વિજ્ઞાન અને જય અનુસંધાનના ઉદઘોષ સાથે કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો.

અન્ય સમાચારો પણ છે…
أحدث أقدم