Tuesday, April 18, 2023

સુરતમાં ટ્યુશન ક્લાસીસના શિક્ષકે 16 વર્ષની વિદ્યાર્થિની પર દુષ્કર્મ આચર્યું, મોબાઈલમાં વીડિયો ઉતારી વાઇરલ કર્યો | A teacher conducting tuition classes in Surat molested a 16-year-old student, took advantage of the isolation in the class and uploaded a video of the brutal conduct that went viral. | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • A Teacher Conducting Tuition Classes In Surat Molested A 16 year old Student, Took Advantage Of The Isolation In The Class And Uploaded A Video Of The Brutal Conduct That Went Viral.

સુરત22 મિનિટ પહેલા

  • કૉપી લિંક

સુરત શહેરના ઇચ્છાપોર ગામમાં ક્રિષ્ણાનગર સોસાયટીમાં રહેતા અને ટ્યુશન ક્લાસીસ ચલાવતા શિક્ષકે તેની જ વિદ્યાર્થિની પર દાનત બગાડી હતી. તેની પાસે ધોરણ 12નો અભ્યાસ કરી કિશોરી પરત આવી હતી અને બાદમાં સ્પોકન ઇંગ્લિશ શીખવા માટે જતી હતી. આ તકનો શિક્ષકે લાભ ઉઠાવ્યો હતો અને તેના ઉપર દાનત બગાડી હતી. સગીરાનો ક્લાસીસમાં એકલતાનો લાભ ઉઠાવી નોકરી આપવાની લાલચ આપી તેના ઘરે લઇ જઈ બળજબરી પૂર્વક બળાત્કાર ગુજાર્યો હતો. આ ઉપરાંત શિક્ષકે મોબાઈલમાં વીડિયો ઉતારી વાઇરલ કર્યો હતો. બનાવ અંગે પોલીસે સગીરાની ફરિયાદને આધારે શિક્ષક સામે બળાત્કારનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

વિદ્યાર્થિની સ્પોકન ઇંગ્લિશ શીખવા જતી હતી
ઇચ્છાપોર વિસ્તારમાં રહેતા શ્રમજીવી પરિવારની ધોરણ 12માં અભ્યાસ કરતી 16 વર્ષની સગીર દીકરી ઇચ્છાપોર ગામ બસ સ્ટોપ પાસે રહેતા અને ક્રિષ્નાનગર સોસાયટીમાં ચાલતા ટ્યુશન ક્લાસીસમાં ફેબ્રુઆરી મહિનામાં ટ્યુશન લેવા માટે જતી હતી. સગીરાને વતનમાં ધોરણ 12ની પરીક્ષા આપ્યા બાદ 10 માર્ચ 2023થી વીસ દિવસ માટે સ્પોકન ઇંગ્લિશ શીખવા માટે જતી હતી. તે વખતે અરૂણ વર્માએ સગીરા ઉપર દાનત બગાડી હતી.

વિદ્યાર્થિની પર દુષ્કર્મ આરનાર શિક્ષકની ધરપકડ

વિદ્યાર્થિની પર દુષ્કર્મ આરનાર શિક્ષકની ધરપકડ

નોકરીની લાલચ આપી ઘરે લઈ ગયો
27 માર્ચના રોજ સાંજે સગીરા ક્લાસીસમાં એકલી હતી. તે વખતે અરૂણ વર્માએ તેણીને નોકરી આપવાની લાલચ આપી ટ્યુશન ક્લાસીસમાંથી તેના ક્રિષ્નાનગર સોસાયટીમાં આવેલા મકાનમાં લઇ ગયો હતો. ત્યાં નોકરી અંગે વાતચીત કર્યા બાદ શારીરિક અડપલા કરતા સગીરાએ તેનો પ્રતિકાર કર્યો હતો. જોકે, સગીરાને વાતોમાં ભોળવી તેની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધ્યો હતો અને તેના મોબાઈલમાં વીડિયો પણ ઉતાર્યો હતો.

વીડિયો વાઇલર કરતા ફરિયાદ નોંધાવી
શિક્ષક અરૂણ વર્માએ આ વીડિયો વાઇરલ કર્યો હતો. આ અંગેની જાણ સગીરાના પરિવારને થતા ફરિયાદ નોંધાવતા ઇચ્છાપોર પોલીસે અરૂણ વર્મા સામે બળાત્કાર અને આઇટી એક્ટ મુજબનો ગુનો દાખલ કર્યો હતો. હાલ પોલીસે અરૂણ વર્માની ધરપકડ કરી લીધી છે.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: