17 વર્ષની યુવતી સહિત 11 દર્દી સંક્રમિત, 6 દર્દીને ડિસચાર્જ અપાયું, એક્ટિવ કેસની સંખ્યા 39 પહોંચી | 11 patients including 17-year-old girl infected, 6 patients discharged, number of active cases reached 39 | Times Of Ahmedabad

રાજકોટએક કલાક પહેલા

  • કૉપી લિંક

રાજકોટ શહેરમાં લાંબા સમય બાદ રવિવારે કોરોનનો એક પણ કેસ પોઝિટિવ નોંધાયો ન હતો જેની સામે સોમવારે 9 કેસ બાદ આજે ફરી 11 કેસ પોઝિટિવ નોંધાયા છે જેની સામે 6 દર્દીએ કોરોનને માત આપતા રિપોર્ટ ડિસચાર્જ થયા છે. હાલ એક્ટિવ કેસની સંખ્યા 39 છે જેમાંથી 38 દર્દી હોમ આઇસોલેટ છે જયારે 1 દર્દી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

11 દર્દીના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા
રાજકોટ શહેરમાં આજે વધુ 11 દર્દીના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. જેમાં 17 વર્ષના યુવાનથી લઇ 88 વર્ષના વૃધ્ધ સહિત 11 દર્દીનો સમાવેશ થાય છે. આજે નોંધાયેલ 11 કેસ પૈકી 10 મહિલા અને 1 પુરુષનો સમાવેશ થાય છે. આજે નોંધાયેલ 11 દર્દીઓમાથી એક પણ દર્દીની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી. 11 પૈકી 9 દર્દીએ વેક્સિનના 3 ડોઝ, 1 દર્દીએ વેક્સિનના 1 ડોઝ અને 17 વર્ષની યુવતીએ વેક્સિનનો 1 ડોઝ લીધો હોવાનું સામે આવ્યું છે.

એક્ટિવ 39 કેસ પૈકી માત્ર 1 દર્દી હોસ્પિટલાઇઝ
ઉલ્લેખનીય છે રાજકોટ શહેરમાં માર્ચ મહિનાથી આજદિન સુધીમાં કોરોના પોઝિટિવ કેસનો આંક 418 પહોંચી ચુક્યો છે જેમાં 380 ડીસચાર્જ થયા છે. આજે એક્ટિવ 39 કેસ પૈકી માત્ર 1 દર્દી હોસ્પિટલાઇઝ છે તેમની પણ તબિયત સ્ટેબલ હોવાનું માનવામાં આવી રહ્યું છે. જયારે આજે 6 દર્દીને ડિસચાર્જ આપવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે…
أحدث أقدم