Thursday, April 20, 2023

હેમચંદ્રાચાર્ય ઉ.ગુ.યુનિવર્સિટીમાં 17 સભ્યોની નિમણૂંક, 14 જૂને તમામનો કાર્યકાળ પૂર્ણ થઈ જશે | Appointment of 17 members in Hemchandracharya U.G. University, tenure of all will be completed on June 14 | Times Of Ahmedabad

પાટણએક કલાક પહેલા

  • કૉપી લિંક

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં 12 વિદ્યાર્થીઓ તેમજ 5 ડીન મળી કુલ 17 સેનેટ સભ્યની કુલપતિ દ્વારા નિમણૂક કરવામાં આવી છે. પરંતુ આ નિમણૂક માત્ર ત્રણ માસ પૂરતી જ મર્યાદિત હોય ચર્ચાનો વિષય બન્યો છે.

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં કોર્ટના સેનેટ સભ્યોની સ્ટેચ્યુ પ્રમાણે સ્નાતકના પાંચ અને અનુસ્નાતકના પાંચ તેમજ સ્પોર્ટ ખેલાડીના બે મળી કુલ 12 વિદ્યાર્થીઓની મેરીટ આધારિત સેનેટ સભ્યોની નિમણૂક કુલપતિ દ્વારા કરવામાં આવતી હોય છે. આ નિમણૂક એક વર્ષ સુધીની મર્યાદિત હોય છે. ત્યારે ચાલુ શૈક્ષણિક વર્ષ 2022 23 માટે બુધવારના સાંજે કુલપતિ દ્વારા મેરીટ આધારિત 12 વિદ્યાર્થીઓ તેમજ 5 ડીન ની સેનેટ તરીકે નિમણૂક કરવામાં આવી છે. સેનેટ સભ્યોને આપેલ નિમણૂક પત્રમાં સેનેટ સભ્ય પદની સમય અવધિ ચાલુ શૈક્ષણિક વર્ષ સમાપ્ત થાય ત્યાં સુધી એટલે કે 14 જૂન સુધી રહેશે ત્યારબાદ સમાપ્ત થશે તેવું દર્શાવવામાં આવ્યું છે.

આમ શૈક્ષણિક વર્ષના અંતમાં જ કુલપતિ દ્વારા નવા 17 સેનેટ સભ્યોની નિમણૂક કરવામાં આવતા આ માત્ર ત્રણ માસ પૂરતા જ સીમિત રહેતા ચર્ચાનો વિષય બન્યો છે. આ 17 સેનેટ સભ્યો ને વાર્ષિક સેનેટ સભા નો પણ લાભ મળશે નહીં જેથી યુનિવર્સિટીના હિતમાં કોઈ પ્રસ્તાવ પણ રજૂ કરી શકશે નહીં માત્ર ત્રણ માસ દરમિયાન કોઈ વિદ્યાર્થીના મુદ્દા હોય તો યુનિવર્સિટી સમક્ષ રજૂ કરી શકશે.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: