ભુજમાં 18થી 26 તારીખ સુધી મહોત્સવ યોજાશે, લાખો હરિભક્તો હાજરી આપશે; પીએમ મોદીને પણ આમંત્રણ અપાયું | A festival will be held in Bhuj from 18th to 26th, attended by lakhs of devotees; PM Modi was also invited | Times Of Ahmedabad

કચ્છ (ભુજ )5 કલાક પહેલા

  • કૉપી લિંક

ભગવાન સ્વામિનારાયણ દ્વારા તેમના જીવનકાળ દરમિયાન ગુજરાતમાં કુલ છ દેવ મંદિર નિર્માણ કર્યા હતા તે પૈકીના ભુજ નરનારાયણ દેવ મંદિરને 200 વર્ષ પૂર્ણ થવાની ઉજવણીના ભાગરૂપે ભવ્ય મહોત્સવનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. આ અવસરે ભુજ મંદિર દ્વારા મીરજાપર ધોરીમાર્ગ પર જાજરમાન બદ્રીકાશ્રમ ઉભું કરવામાં આવ્યું છે. જ્યાં અત્યાર સુશીમાં 6 લાખ જેટલા ભાવિકો મુલાકાત લઈ ચુક્યા છે. તો જિલ્લાના અલગ અલગ તાલુકા મથકે 5 મેગા મેડિકલ કેમ્પ પણ યોજવામાં આવ્યા હતા. જેનો અંદાજિત 15 હજાર દર્દીઓએ લાભ મેળવ્યો હતો, તો તેમાંના 3500 દર્દીઓના ઓપરેશન કરવામાં આવ્યા હોવાનું આજે મંદિર ખાતેથી સ્વામી દેવચરણ દાસજી, શાસ્ત્રી સ્વામી દેવપ્રકાશજી અને સ્વામી સુખદેવપ્રિય દાસજીએ માહિતી આપતા જણાવ્યું હતું.તો આ પ્રસંગે આયોજિત મહોત્સવ દરમિયાન દેશ વિદેશના 30 લાખ હરિભક્તો ઉપસ્થિત રહેવાની સાથે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહેવાની સંભાવના સંતોએ વ્યક્ત કરી હતી.

સમગ્ર વિશ્વ અને ભારતમાં વસતા હરિભક્તોમાં જે મહોત્સવની ચર્ચા ચાલી રહી હતી તે નરનારાયણદેવ દ્વિશતાબ્દી મહોત્સવનો આગામી તા.18 થી પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવ તા.26 એપ્રિલ સુધી ભુજ શહેરની ભાગોળે આવેલા મિરજાપર રોડ નજીક 222 એકરમાં યોજાશે. અહીં ભવ્ય “બદ્રિકાશ્રમ’નું સુશોભિત નિર્માણ ક૨વામાં આવ્યું છે.જેમાં 35 જેટલા જુદા- જુદા ડોમનું નિર્માણ કરવામાં આવ્યું છે.જે પૈકી અમુક જગ્યાએ જુદા-જુદા પ્રદર્શનો ગોઠવવામાં આવ્યા છે. અત્યાર સુધી 6 લાખથી વધારે હરિભક્તો આ પ્રદર્શન નિહાળી ચુક્યા છે. જયારે ગૌ મહિમા પ્રદર્શનમાં 2 લાખ કરતા વધારે હરિભક્તોએ મુલાકાતનો લાભ લીધો છે.

નવ દિવસના આ મહોત્સવમાં જે રાજકીય મહાનુભાવોની ઉપસ્થિતિ સંભવિત છે, તેમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, કેન્દ્રીયમંત્રી પુરૂષોત્તમ રૂપાલા , મનસુખ માંડવીયા,દેવુસિંહ ચૌહાણ, ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, મંત્રી સ્વતંત્રદેવસિંહ અને ગુજરાત રાજ્યના રાજકીય મહાનુભાવોની વાત કરીએ તો મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી,ગુજરાત રાજ્ય ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ સી.આર.પાટીલ, મંત્રી મંડળની વાત કરીએ તો કનુભાઈ દેશાઈ, રાઘવજી પટેલ. ઋષિકેશ પટેલ, હર્ષભાઈ સંઘવી, તથા પ્રફુલ પાનસેરીયાની ઉપસ્થિતિ રહે તેવી સંભાવના છે.

વિશેષમાં આ પ્રસંગે સ્વામિનારાયણ સંપ્રદાયનો ધર્મકુળ પરિવાર, 2 હજારથી વધુ જુદા જુદા સંપ્રદાયના સંતો, 3 હજારથી વધારે સાંખ્યયોગી બહેનો તેમજ 30 હજરથી વધુ દેશના હરિભક્તો, 25 હજારથી વધારે એન.આર.આઈ. હરિભક્તો ઉપસ્થીત રહેશે.

પ્રસંગ દરમ્યાન ભવ્ય શોભાયાત્રાની વાત કરીએ તો 200થી વધારે શણગારેલા વાહનો સ્લોટ, 30 થી વધારે જુદી-જુદી બેન્ડપાર્ટી,108 થી વધારે ગામડાની ભજન મંડળી કળા દર્શાવસે. જ્યારે પારાયણ દરમ્યાન ચતુર્વેદ પારાયણની વાત કરીએ તો ભારતના ચારે ખંડ(ખૂણે)થી 51 જેટલા વિદ્વાનો ઉપસ્થિત રહેશે.

અન્ય સમાચારો પણ છે…
Previous Post Next Post