18થી 60 વર્ષની મહિલાઓ માટે આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું મુકવામાં આવ્યું; અરજી ઓનલાઈન કરવાની રહેશે | IKhedoot portal opened for women aged 18 to 60; Application has to be done online | Times Of Ahmedabad

બોટાદએક કલાક પહેલા

  • કૉપી લિંક

ઉનાળો આવતા જ આપણને વિવિધ પ્રકારના અથાણા અને શરબત બનાવવાનો વિચાર આવે, ત્યારે ચટાકેદાર વાનગીઓ ઓનલાઇન મંગાવીને માણવાના યુગમાં પણ મોખરે રહેલા આપણા અથાણાં, શરબત તેમજ મુરબ્બાનુ મહત્ત્વ ઘટ્યુ નથી. આ તકે નાયબ બાગાયત નિયામકની કચેરી બોટાદ દ્વારા મહિલાઓ ફળ અને શાકભાજીમાંથી તૈયાર થતાં વિવિધ અથાણાં, શરબત, કેચઅપ તેમજ ફળ પરિરક્ષણની વિવિધ બનાવટો બનાવી શકે, તેમજ મહિલાઓ સ્વતંત્ર કે ગૃહ ઉદ્યોગ દ્વારા આર્થિક રીતે સ્વનિર્ભર બને તે હેતુથી 100 ટકા મહિલા સશક્તિકરણ અને પોષણ અભિયાનના ભાગરૂપે ફળ તથા શાકભાજીના પરિરક્ષણ માટેની બે દિવસીય તથા પાંચ દિવસીય તાલીમનું આયોજન કરવામાં આવશે.

તાલીમમાં મહિલાઓને ફળ અને શાકભાજીમાંથી બનતા વિવિધ શરબત, જામ, જેલી, કેચપ, સોસ તેમજ વિવિધ પ્રકારના અથાણાં, મુરબ્બા, શરબત, જામ સહિતની બનાવટો બનાવવાની તાલીમ સાથે પ્રમાણપત્ર અને સ્ટાઇપેન્ડ પણ આપવામાં આવશે. આ તાલીમમાં સહભાગી થવા ઈચ્છુક 18થી 60 વર્ષની વય ધરાવતી મહિલાઓએ આઈ-ખેડૂત પોર્ટલ વેબસાઈટ (www.ikhedut.gujarat.gov.in) પર આગામી તારીખ 31મી મેં 2023 સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે.

ઓનલાઇન કરેલી અરજીની સાથે બેંક પાસબુકની ઝેરોક્ષ, રેશનકાર્ડ અને આધારકાર્ડની નકલનું બીડાણ કરીને તમામ જરૂરી સાધનિક કાગળો સાથે અરજી સમય મર્યાદામાં નાયબ બાગાયત નિયામકની કચેરી, બોટાદ ખાતે રજૂ કરવાની રહેશે. સામાન્ય રીતે, અરજદાર અરજી કર્યા બાદ પ્રિન્ટ કચેરીમાં જમા કરાવતા ન હોવાથી અરજી નામંજૂર કે સહાય મેળવવામાં વિલંબ થાય છે. જેની નોંધ લેવા તેમજ વધુ માહિતી માટે નાયબ બાગાયત નિયામકની કચેરી, એ/એસ/12, બીજો માળ, જિલ્લા સેવા સદન, ખસ રોડ, બોટાદનો સંપર્ક કરવા નાયબ બાગાયત નિયામક દ્વારા જણાવવામાં આવ્યું છે.

أحدث أقدم