કલોલના કવિતા સર્કલ પાસેના મેડિકલ સ્ટોર્સનાં તાળાં તૂટયાં, તસ્કરો 18 હજારની રોકડ ચોરીને ફરાર | The locks of the medical stores near Kavita Circle in Kalol were broken, the smugglers escaped after stealing 18 thousand cash. | Times Of Ahmedabad

ગાંધીનગરએક કલાક પહેલા

  • કૉપી લિંક

કલોલના કવિતા સર્કલ પાસેના મેડિકલ સ્ટોર્સનાં શટરનાં તાળા તોડી તસ્કરો અંદર પ્રવેશી દુકાનમાંથી 18 હજારની રોકડ ચોરીને સિફતપૂર્વક પલાયન થઈ જતાં કલોલ શહેર પોલીસે ગુનો નોંધી કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.

કલોલ શહેરમાં વધુ એક ઘરફોડ ચોરીની ઘટના પ્રકાશમાં આવી છે. કલોલના કવિતા સર્કલ પાસેના મેડિકલ સ્ટોર્સમાં ત્રાટકી તસ્કરોએ 18 હજારની રોકડની ચોરીને અંજામ આપવામાં આવ્યો હતો. ત્યારે મેડિકલ સ્ટોર્સમાં લગાવેલા સીસીટીવી કેમેરા પણ બંધ હાલતમાં હોવાનું બહાર આવતાં પોલીસ પણ મુંઝવણમાં મુકાઈ ગઈ છે.

પ્રાપ્ત વિગતો અનુસાર કલોલ આઝાદ નગર સોસાયટીમાં રહેતા પ્રકાશ નાનજીભાઇ પઢીયાર કવિતા સર્કલ પાસે આરંભ ફાર્મસી નામે મેડિકલ સ્ટોર્સ છેલ્લા બે વર્ષથી ચલાવે છે. પ્રકાશભાઈ નિત્યક્રમ મુજબ ગત તા. ત્રીજી એપ્રિલનાં રોજ દુકાને ગયા હતા. અને રાત્રીના આઠ વાગ્યાના અરસામાં દુકાન બંધ કરીને ઘરે પરત ફર્યા હતા. જ્યારે બીજા દિવસે એટલે કે ગઈકાલે સવારે રાબેતા મુજબ પ્રકાશભાઈ મેડિકલ સ્ટોર્સ ઉપર ગયા હતા.તે વખતે મેડીકલની દુકાનનુ શટર ખુલ્લું જોઈ તેઓ ચોંકી ઉઠયા હતા. બાદમાં અંદર જઈને તપાસ કરતાં કેશ કાઉન્ટરનુ ખાનું ખુલ્લુ હતુ. અને તેમાંથી રૂ. 8 હજારની રોકડ ગાયબ હતી. તેમજ કેશ કાઉન્ટર ની બાજુનું ખાનું પણ ખુલ્લું હતું. જેમાંથી પણ 10 હજાર રોકડા ચોરાઈ ગયા હતા.

બાદમાં તેમણે દુકાનમાં કારીગરે લગાવેલ સીસીટીવી કેમેરા ચેક કરતાં તે બંધ હાલતમાં હોવાનું સામે આવ્યું હતું. આમ દુકાનમાંથી 18 હજારની રોકડ તસ્કરો ચોરી જતાં પ્રકાશભાઈએ કલોલ શહેર પોલીસને જાણ કરી હતી. જેનાં પગલે પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. અને ગુનો નોંધી આસપાસના સીસીટીવી કેમેરાની ચકાસણી હાથ ધરી ડોગ સ્કવોડ અને ફિંગર પ્રિન્ટ એક્સપર્ટની ટીમને પણ બોલાવી લીધી હતી.

અન્ય સમાચારો પણ છે…
Previous Post Next Post