સરસ્વતીના સાપ્રા સેવા સહકારી મંડળીના નામે લાખો રૂપિયાનું કૌભાંડ કરાયું હોવાના આક્ષેપો, ખેડૂતોએ કલેક્ટરને રજૂઆત કરી | Allegations of fraud of lakhs of rupees in the name of Sapra Seva Sahakari Mandali of Saraswati, farmers presented to the collector | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • Allegations Of Fraud Of Lakhs Of Rupees In The Name Of Sapra Seva Sahakari Mandali Of Saraswati, Farmers Presented To The Collector

પાટણએક કલાક પહેલા

  • કૉપી લિંક

પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાની સાપ્રા સેવા સહકારી મંડળી લી.ના જવાદાર હોદેદારોએ મંડળીના નામે લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો હોવાના આક્ષેપો સાથે ગામના કેટલાક આગેવાનોએ બુધવારના રોજ પાટણ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવી લેખિત અને મૌખિકમાં રજૂઆત કરી હતી. આ મામલે પોલીસ ફરિયાદ કરી તટસ્થ તપાસ હાથ ધરી કસુરવારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.

આ બાબતે ગામના કેટલાક આગેવાનોએ માહિતી આપતા જણાવ્યું હતું કે, સરસ્વતી તાલુકાની સાંપ્રા સેવા સહકારી મંડળી લી.ના કેટલાક જવાબદાર હોદ્દેદારો દ્વારા ખોટા ડોક્યુમેન્ટ ઊભા કરી ખેડૂતોના નામે ખાતા ખોલાવી ખેડૂતોના ખાતામાં લાખોની લોન નાંખીને ઉપાડી ભ્રષ્ટાચાર આચર્યા હોવાના આક્ષેપ લગાવ્યા હતા. આ બાબતે ખેડૂત ખાતેદારોની જાણ બહાર ખોલવામાં આવેલા બેંક ખાતાની તેમજ જવાબદાર હોદ્દેદારો દ્વારા આચરાયેલા ભ્રષ્ટાચાર બાબતે તંત્ર દ્વારા તપાસ હાથ ધરી કસુરવારો સામે કાયદેસરની કાર્યવાહી કરવા પોલીસ ફરિયાદ કરવાની માગ કરી છે.

મંડળીના કેટલાક મળતીયા હોદ્દેદારો દ્વારા મહેસાણા ડિસ્ટ્રિક્ટ કો ઓપ.બેન્કનો લાખોનો બોજો ખેડૂતોના ખાતામાં પડતા સમગ્ર ઘટના સામે આવી હોય હોદ્દેદારો દ્વારા બનાવટી દસ્તાવેજોના આધારે મંડળીના કેટલાક હોદ્દેદારો દ્વારા ખેડૂતોની જાણ બહાર લાખોની લોન લઈને ગુનો કર્યો હોવાના આક્ષેપ સાથે ભોગ બનનાર વરવાજી ઠાકોર સહિતના અરજદારો છેલ્લા દસ મહિનાથી પાટણ કલેકટર કચેરી ખાતે ન્યાય માટે ધક્કા ખાઈ રહ્યા હોવાનું જણાવી ભોગ બનનાર ખાતેદારો દ્વારા જવાબદારો સામે તંત્ર દ્વારા પોલીસ ફરિયાદ નોંધી ઝીણવટ પૂર્વકની તપાસ હાથ ધરી કડક અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માગ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે…
Previous Post Next Post