મહેસાણા41 મિનિટ પહેલા
- કૉપી લિંક

મહેસાણા જિલ્લામાં છેલ્લા એક માસથી કોરોના સંક્રમણમાં વધારો જોવા મળી રહ્યો છે. જિલ્લામાં સતત કોરોનાના કેસ વધી રહ્યા છે. જેમાં આજે નવા 18 કેસ સામે આવતા એક્ટિવ કેસનો આંક 112 પર આવી પહોંચ્યો છે. તેમજ એક દર્દીનું કોરોનાથી મોત નીપજ્યું છે.
મહેસાણા તાલુકામાં આજે 5,વિસનગરમાં 1, વડનગરમાં 5, કડીમાં 1, બેચરાજીમાં 6 મળી આજ નવા18 કેસ નોંધાયા છે. ત્યારે જિલ્લામાં આજે 23 દર્દીઓ સાજા થતા ડિસ્ચાર્જ કરવામાં આવ્યાં છે. જિલ્લામાં આજે RTPCRના 509 અને RATના 250 મળી કુલ 759 સેમ્પલ લઈ લેબમાં તપાસ માટે મોકલી આપવામાં આવ્યાં છે.
55 વર્ષીય પુરુષનું મોત
મહેસાણા તાલુકાના એક ગામના 55 વર્ષીય પુરુષનું અકસ્માત થતા 5 એપ્રિલના રોજ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. તેઓને હેમરેજ થયું હતું બાદમાં રિપોર્ટ કરાવતા દર્દીને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જે બાદમાં સારવાર દરમિયાન આજે દર્દીનું મોત નીપજ્યું હતું.