Thursday, April 27, 2023

રાજકોટ જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને બેઠક, 18 અરજદારે જમીન માપણી, લેન્ડ ગ્રેબિંગ સહિતના પ્રશ્નો રજૂ કર્યા | Rajkot District Collector presided over the meeting, 18 petitioners presented questions including land survey, land grabbing | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Rajkot District Collector Presided Over The Meeting, 18 Petitioners Presented Questions Including Land Survey, Land Grabbing

રાજકોટ2 કલાક પહેલા

  • કૉપી લિંક

રાજકોટ જિલ્લામાં પ્રજાના પ્રશ્નોનું સરળતાથી નિરાકરણ આવે તેવા હેતુથી કલેક્ટર પ્રભવ જોશીના અધ્યક્ષસ્થાને જિલ્લાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં 18 જેટલા અરજદારો દ્વારા જમીન માપણી, લેન્ડ ગ્રેબિંગ, જાહેર રોડ પર દબાણ, વરસાદી પાણીના નિકાલ, મંડળીની જમીન બાબતે છેતરપિંડી અને જાહેર રસ્તાના સમારકામ વગેરે જેવા પ્રશ્ને રજુઆત કરાઈ હતી. કલેકટર દ્વારા પ્રશ્નોને તાત્કાલિક ઉકેલવા સંબંધિત અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી.

રાજકોટનાં જમુના પાર્કમાં રહેતા રજનીકાંત વેકરીયાનો સોસાયટીના સાર્વજનિક પ્લોટમાં અવર જવર બંધ કરી દેવાનો પ્રશ્ન ઘણા સમયથી અટકેલો હતો. આ પ્રશ્નનું યોગ્ય નિરાકરણ લાવવા રજનીકાંતભાઈએ સ્વાગત કાર્યક્રમમાં અરજી કરી હતી. આ અરજીના સંદર્ભે રાજકોટ જિલ્લા કલેકટર પ્રભવ જોષીએ પ્રશ્ન ધ્યાનથી સાંભળ્યો હતો. અને સંબધિત અધિકારીઓને સત્વરે 10 દિવસમાં આ પ્રશ્નનું યોગ્ય નિરાકરણ લાવવા સૂચનાઓ આપી હતી. જેને લઈ રજનીકાંતભાઈ વેકરીયાએ સરકાર અને વહીવટીતંત્ર પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી આભાર માન્યો હતો.

પીએમ મોદી મુખ્યમંત્રી હતા ત્યારથી એટલે કે, છેલ્લા 20 વર્ષથી સ્વાગત કાર્યક્રમ થકી પ્રજાના પ્રશ્નોનું સ્વાગત કરીને સત્વરે નિવારણ લાવી લોકાભિમુખ અભિગમ સાથે રાજ્ય સરકાર દ્વારા સ્વાગત ઓનલાઇન કાર્યક્રમ ચલાવવામાં આવી રહ્યો છે. છેલ્લા બે દાયકામાં સ્વાગત ઓનલાઇન મારફતે અનેક લોકોના પ્રશ્નોનું સંતોષજનક રીતે નિરાકરણ આવ્યું છે. સ્વાગત ઓનલાઇન કાર્યક્રમ આગામી સમયમાં પણ રાજ્યના નાગરિકોના પ્રશ્નોના ઉકેલ માટેનું માધ્યમ બની રહેશે તેવો વિશ્વાસ કલેક્ટર પ્રભાવ જોશીએ વ્યકત કર્યો હતો.

Related Posts: