- Gujarati News
- Local
- Gujarat
- Vadodara
- In Vadodara, Under The Guise Of Police, Two Old Men Robbed Two Gold Rings And A Chain And Escaped, The Whole Incident Was Captured On CCTV.
વડોદરાએક કલાક પહેલા
- કૉપી લિંક

પોલીસના સ્વાંગમાં વૃદ્ધના દાગીના પડાવી રહેલા ગઠીયા
વડોદરા શહેરમાં પોલીસના સ્વાંગમાં લૂંટારુ ટોળકી સક્રિય થઈ છે. આજે વડોદરાના મકરપુરા જી.આઇ.ડી.સી સ્થિત કંપનીમાં નોકરી જતા પહેલા કૂતરાઓને બિસ્ટકીટ ખવડાવી રહેલા વૃદ્ધને ટોળકીએ શિકાર કર્યો છે. પોલીસનું આઇકાર્ડ બતાવી બાઇક ઉપર ધસી આવેલા ગઠીયા વૃદ્ધની સોનાની બેં વીંટી અને એક સોનાની ચેઇન મળીને કુલ 1.25 લાખની કિંમતનો મુદ્દામાલ ખિસ્સામાંથી કાઢાવી ફરાર થઈ ગયા હતા. આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ ગઇ હતી.
કૂતરાને બિસ્કીટ ખવડાવી નોકરી જાય
શહેરના માંજલપુર વિસ્તારમાં રહેતા 72 વર્ષીય મહેન્દ્ર હીરાભાઈ શાહ મકરપુરા જીઆઇડીસીમાં આવેલી એક એન્જિનિયરિંગ કંપનીમાં નોકરી કરે છે. તેઓ આજે સવારે પોતાની મોપેડ લઇને નોકરી જવા માટે નીકળ્યા હતા. તે દરમિયાન રસ્તામાં પોતાનું મોપેડ સાઇડમાં ઉભું રાખી નિત્યક્રમ મુજબ કૂતરાઓને બિસ્કીટ ખવડાવી રહ્યા હતા.

દાગીના લઇ બાઇક પર ફરાર થઇ રહેલા ગઠીયા
બોગસ પોલીસનો સાગરીત
મહેન્દ્રભાઈ જે સ્થળે ઉભા હતા ત્યાં એક વ્યક્તિ તેમની પાસે આવી પહોંચ્યો હતો અને તેમને પોલીસનું આઇકાર્ડ બતાવ્યું હતું. ત્યારબાદ તેમને કહ્યું દાદા તમે ઉંમર લાયક છો. તમે સોનાની વીંટી અને ચેઇન પહેરીને કેમ ફરો છો. શહેરમાં ચોરીના કેટલા બનાવો બને છે. તે સમયે અન્ય એક વ્યક્તિ સોનાની વીંટી અને ચેઇન પહેરીને પસાર થતો હતો. જોકે, તે બોગસ પોલીસનો જ સાગરીત હતો.
વૃદ્ધા ગભરાઈ ગયા હતા
બોગસ પોલીસે પસાર થઈ રહેલા તેના સાગરીતને પણ ઉભો રાખ્યો હતો અને તેણે પણ વૃદ્ધને કહ્યું તે કહેવા લાગ્યો હતો. આથી તેને પોતાના હાથે પહેરેલી સોનાની વીંટી અને ચેઇન કાઢી એક કાગળમાં પડીકું વાળી પોતાના ખિસ્સામાં મૂકી હતી અને બીજો કાગળ બોગસ પોલીસને આપ્યો હતો. આથી બોગસ પોલીસે તે કાગળમાં મહેન્દ્રભાઈને સોનાની વીંટી અને ચેઇન મૂકી ખિસ્સામાં પડીકું વાળી મૂકી દેવા જણાવ્યું હતું.

ગઠીયા કેવી રીતે દાગીના લઇ ગયા તે અંગે પોલીસને માહિતી આપી
ખિસ્સામાંથી પડીકું કાઢી ગઠીયા ફરાર
મહેન્દ્રભાઈ પોતાની સોનાની ચેઇન અને બે વીંટી કાઢી બોગસ પોલીસે આપેલા કાગળમાં મૂકી પડીકું વાળી પોતાના ખિસ્સામાં મૂક્યું હતું. વૃદ્ધે વીંટી અને ચેઇનનું પડીકું ખિસ્સામાં મુકતા જ બોગસ પોલીસ અને તેનો સાગરીત ખિસ્સામાંથી વીંટી અને સોનાની ચેઇન મુકેલું પડીકું કાઢી લઇ મોટર સાઇકલ પર રફૂચક્કર થઈ ગયા હતા.
લોકો આવે તે પહેલાં ગઠીયા ફરાર
મહેન્દ્રભાઈ બુમરાણ પણ મચાવી હતી. પરંતુ કોઇ મદદે આવ્યું ન હતું. જોકે, લોકો મદદે આવે તે પહેલાં પોલીસના સ્વાંગમાં આવેલા બાઇક સવાર ગઠીયા ફરાર થઈ ગયા હતા. માંજલપુર વિસ્તારમાં ખોડીયાર માતાના મંદિર પાસે બનેલી ઘટનાએ વિસ્તારમાં ચકચાર જગાવી મૂકી હતી. સ્થાનિક લોકોને ઘટનાની જાણ થયા બાદ લોકો દોડી આવ્યા હતા.

ગઠીયા કંઇ તરફ ગયા તે અંગે પોલીસને માહિતી આપી
વૃદ્ધે પોલીસને ઘટના સમજાવી
દરમિયાન આ બનાવ અંગેની જાણ માંજલપુર પોલીસને થતા પોલીસ સ્થળ પર દોડી આવી હતી. વૃદ્ધાએ દાગીના પોલીસ સ્વાંગમાં આવેલા ગઠીયા કેવી રીતે લઇ તે અંગે પૂછતા તેઓએ પોતાની સાથે બનેલી આખી ઘટનાની વિગતો જણાવી હતી. બાદમાં પોલીસે વૃદ્ધાને લઇ પોલીસ મથક ગઈ હતી અને તેમની ફરિયાદ નોંધી હતી.

ઘટના સ્થળે સ્થાનિક લોકો આવી પહોંચ્યા
પોલીસે શોધખોળ શરૂ કરી
મહેન્દ્રભાઇ શાહે ફરિયાદમાં જણાવ્યું હતું કે, પોલીસના સ્વાંગમાં આવેલા બે ગઠીયા 10 ગ્રામ વજનની બે સોનાની વીંટી અને 15 ગ્રામ વજનની સોનાની ચેઇન લઇ ફરાર થઇ ગયા છે. માંજલપુર પોલીસે ફરિયાદના આધારે તેમજ ઘટના સ્થળ વિસ્તારમાંથી મળેલા CCTV ફૂટેજ મેળવી મોટર સાઇકલ ઉપર આવેલા ગઠીયાઓની શોધખોળ શરૂ કરી છે.