બાંધકામ પૂર્વે મંજૂરી નહીં લેનાર 19 મિલકત ધારકો વિરુદ્ધ ગુનો નોંધાયો; કીર્તિ મંદીરથી 100-200 મીટરનો વિસ્તાર પ્રતિબંધીત | 19 property holders booked for not taking permission before construction; Area 100-200 meters from Kirti Mandir restricted | Times Of Ahmedabad

પોરબંદર11 મિનિટ પહેલા

  • કૉપી લિંક

પોરબંદર શહેરના કિર્તીમંદિર આસપાસના પ્રતિબંધિત વિસ્તારમાં વગર પરવાનગીએ નવું બાંધકામ કરી લેતા 19 જેટલા મિલકત ધારકો વિરુદ્ધ ભારતીય પુરાતત્વ સર્વક્ષણ વિભાગ દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.

ભારતીય પુરાતત્વ સર્વક્ષણની કચેરી જૂનાગઢ ખાતે ફરજ બજાવતા સબ સર્કલ સહાયક હરીશ જીવનલાલ દસરેએ શહેરના કિર્તીમંદિર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે. કે તારીખ 09/12/2021થી આજ દિન સુધી પોરબંદર શહેરના મહાત્મા ગાંધીના જન્મ સ્થળ કીર્તિમંદિરની આજુબાજુમાં 19 જેટલા આરોપી મિલકત ધારકોએ ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ વિભાગના મહત્ત્વના રાષ્ટ્રીય રક્ષીત સ્મારક તરીકે પોરબંદર મહાત્મા ગાંધી જન્મ સ્થળથી 100 મીટર તથા 200 મીટરનો વિસ્તાર પ્રતિબંધીત જાહરે કરેલો છે.

તે વિસ્તારમાં કોઇ પણ પ્રકારનું નવુ બાંધકામ ભારતીય પુરાતત્વ વિભાગની મંજુરી મેળવ્યા સિવાય કરી શકાતુ નથી. તેમ છતા આરોપીઓએ પુરાતત્વ સર્વેક્ષણ વિભાગ તરફથી આપવામાં આવેલ નોટીશનું ઉલ્લઘંન કરી તે જગ્યામાં ગેરકાયદેસર રીતે નવુ બાંધકામ કરી મકાન, દુકાન તેમજ સોનાના શોરુમ અને ગોલ્ડ રીફાયનરી સહિતના બાંધકામો કરી ગુનો કર્યા અંગેની પોલીસ ફરીયાદ નોંઘાઈ છે.

આરોપી પ્રેમિલા ધનજી મોતીવરસ, જયંતી કે.જોગીયા, અર્જન માલદે આંત્રોલીયા, દિનેશ ત્રીભોવન ચંદારાણા, અહમદ ઉમર સુરી, જગજીવન દયારામ પુરોહીત, મહેન્દ્ર દતાત્રેય, અમીત રાજુ સુર્યવંશી, નાવીક સર્વોદય શરાફી સહકારી મંડળી લી.ના મંત્રી કાનજી કાળુ કાણકીયા, વિમલ રણછોડ ગોહેલ, રમા રણછોડદાસ ગોહલે, નાથદ્વારા મંદિર બોર્ડ, શ્રી નાથજી ભંડારા, હીતેશ મનોહર લાલવાળી, હેમા મયુર નાંઢા, રમેશ વરજીવન બખાઇ, કિશન નિતીન માવાણી, હસનાની શાદરૂદીન મુલાણી, કાંતા નારણદાસ મદલાણી, હરીશકુમાર લશ્મણદાસ કાલાણી આ તમામ આરોપીઓ વિરુદ્ધ કીર્તિ મંદિર પોલીસ સ્ટેશન ખાતે આર્કોલોજીકલ સાઈટ્સ રિમેન્ટ-1959 તથા એમેન્ડમેન્ટ અને વેલિડેશન બિલ-2010ની કલમ 30(એ), 30(બી) મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી ધરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે…
Previous Post Next Post