ચાર શખસ સીલબંધ સિલિન્ડરમાંથી ગેસ કાઢી ખાલી બાટલામાં ગેસ ભરી ગ્રાહકોને છેતરતા, 19 બાટલા જપ્ત કરાયા | Four persons took out gas from sealed cylinders and filled gas in empty bottles and cheated customers, 19 bottles were seized. | Times Of Ahmedabad

અમદાવાદ30 મિનિટ પહેલા

  • કૉપી લિંક

અમદાવાદમાં ગેસ બુકિંગ કરેલ ગ્રાહકોને છેતરવાના ઈરાદાથી કાવતરૂ રચીને સીલબંધ ગેસની બોટલમાંથી ગેસ કાઢીને ખાલી બોટલમાં ગેસ ભરી ગ્રાહકોને છેતરવાનું કૌભાંડ પોલીસની રેડમાં પકડાયું છે. પોલીસે ચાર વ્યક્તિઓ સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

બાટલામાં ગેરકાયદે રીફિલિંગ
પ્રાપ્ત વિગતો મુજબ અમદાવાદનાં માધવપુરા વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે, કોલસાવાળી ચાલી જ્યુપીટર કમ્પાઉન્ડની અંદર ખુલ્લી જગ્યામાં ત્રણ ઈસમો લોડિંગ રીક્ષામાં ઘર વપરાશનાં ગેસના કંપનીના બાટલામાંથી ગેરકાયદે રીફિલિંગ કરે છે. આ બાતમીને આધારે પોલીસે રેડ કરી હતી. જેમાં ત્રણ ઈસમો એક બોટલમાં એલ્યુમિનિયમની પાઈપ ભરાવી તેમાંથી બીજી બોટલમાં ગેસ રિફીલિંગ કરી રહ્યાં હતાં. ત્યારે એક ઈસમ ત્યાંથી ભાગી ગયો હતો અને બે ઈસમોને પોલીસે પકડી પાડ્યા હતાં.

95 હજારનો માલ કબ્જે કરી બે ઈસમોની અટકાયત​​​​​​​
પોલીસે પકડેલા બંને ઈસમોની પુછપરછ કરી હતી. તેમણે પોલીસને જણાવ્યું હતું કે, રાધે ગેસ કંપનીના મેનેજર લાલાભાઈ તેમજ આ કંપનીના માલિક અને કોન્ટ્રાક્ટર મોતીભાઈના કહેવા પ્રમાણે છેલ્લા એક મહિનાથી આ પ્રકારે ગેસ ભરીએ છીએ તેમજ તેમના મળતીયાઓને સ્લીપ વિનાજ ગેસનુ રોકડેથી વિતરણ કરીએ છીએ. પોલીસે ત્યાંથી ભરેલા અને ખાલી કુલ 19 બાટલા અને લોડિંગ રીક્ષા સહિત કુલ 95 હજારનો મુદ્દામાલ કબજે કરીને બે ઈસમોની અટકાયત કરી છે. પોલીસે આ બાબતે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે…
أحدث أقدم