વલસાડ જિલ્લાની સરકારી હોસ્પિટલોમાં કોવિડ 19 સ્પેશ્યલ હોસ્પિટલમાં આરોગ્ય સુવિધાની ચકાસણી માટે મોકડ્રીલ યોજાઈ, | A mock drill was conducted to check the health facilities in the Kovid 19 Special Hospital in Government Hospitals of Valsad District, | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Valsad
  • A Mock Drill Was Conducted To Check The Health Facilities In The Kovid 19 Special Hospital In Government Hospitals Of Valsad District,

વલસાડ11 મિનિટ પહેલા

  • કૉપી લિંક

રાજ્યમાં ફરી કોરોનાના કેસ વધી રહ્યા છે. ત્યારે વલસાડ જિલ્લામાં હાલમાં 55 એકિટવ કેસ છે. જેને લઈ જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રે અને જિલ્લા વિકાસ અધિકારી મનિષ ગુરવાનીના માર્ગદર્શન હેઠળ જિલ્લા આરોગ્ય વિભાગે સતર્કતા દાખવી જિલ્લાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સામૂહિક આરોગ્ય કેન્દ્ર, સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ સહિતની સરકારી હોસ્પિટલોમાં આરોગ્ય સુવિધાની ચકાસણી માટે મોકડ્રીલ કરવામાં આવી હતી.

જે મુજબ વલસાડ તાલુકાના અટગામ ગામમાં આવેલા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ક્વોલિટી એસ્યોરન્સ મેડિકલ ઓફિસર (QAMO) ડો. દિવ્યેશ પટેલે પહોંચીને મોકડ્રીલ દરમિયાન આરોગ્ય સુવિધાઓની ઉપલબ્ધતા, આઈસોલેશન બેડની ક્ષમતા, ઓક્સિજનની સુવિધા, ઓક્સિજન સપ્લાય વ્યવસ્થિત થઈ રહ્યો છે કે કેમ?, વેન્ટિલેટર બેડની ઉપલબ્ધતા સહિતની આરોગ્ય સુવિધાઓની પ્રત્યક્ષ ચકાસણી કરી હતી. જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી ડો. કે.પી.પટેલે આરોગ્ય વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓની ઉપલબ્ધતા બાબતે પણ સમીક્ષા કરી હતી.

આ સિવાય કોરોનાના દર્દીઓને ત્વરિત સારવાર મળી રહે તે માટે જિલ્લામાં સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં વેન્ટીલેટર, ઓક્સિજન, બેડ અને ઓક્સિજન પ્લાન્ટની પણ ચકાસણી કરી હતી. જિલ્લામાં કુલ 14 સ્થળે ઓક્સિજન ઉત્પન્ન કરતા PSA પ્લાન્ટ ચાલુ કન્ડીશનમાં છે. કે નહી તેની પણ ચકાસણી કરી હતી. વધુમાં અધિકારીઓએ મોકડ્રીલ દરમિયાન કોરોના સંદર્ભે પૂર્વ તૈયારી રાખવા માટે જરૂરી સૂચનો કર્યા હતા.

વલસાડ જિલ્લામાં હાલમાં કોવિડની સારવાર માટે ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં કેટલા બેડ ઉપલબ્ધ છે તેની પણ મોકડ્રીલ દરમિયાન સમીક્ષા કરવામાં આવી હતી. જેમાં કુલ 2,483 બેડ ઉપલબ્ધ હોવાનું જાણવા મળ્યું હતું. વિસ્તૃતમાં જોઈએ તો, ICU વેન્ટીલેટર બેડ 187, ICU નોન વેન્ટીલેટર બેડ 112, જનરલ વોર્ડમાં ઓક્સિજન સાથેના બેડ 1,505 અને ઓક્સિજન વિનાના 679 બેડ કોરોનાની સારવાર માટે તૈયાર રાખવામાં આવ્યાં છે.

વલસાડ જિલ્લામાં કુલ 111 કોવિડ-19 હોસ્પિટલની વ્યવસ્થા કરાઈકોવિડ 19 હોસ્પિટલોની વાત કરીએ તો જિલ્લાના 6 તાલુકામાં ડેડીકેટેડ કોવિડ હોસ્પિટલ(ડીસીએચ) 37, ડેડીકેટેડ કોવિડ હેલ્થ સેન્ટર(ડીસીએચસી) 20 અને ડેડીકેટેડ કોવિડ કેર સેન્ટર(DCC) 54 છે. જેમાં સરકારી હોસ્પિટલોમાં જોઈએ તો DCH 1, ડીસીએચસી 16 અને DCC 51 છે. જ્યારે ખાનગી હોસ્પિટલોમાં DCH 36, DCHC 4 અને DCC 3 છે. આમ 6 તાલુકામાં સરકારી અને પ્રાઈવેટ મળી કુલ 111 કોવિડ 19 હોસ્પિટલોની વ્યવસ્થા કરાઈ છે. જેમાં વલસાડ તાલુકામાં સૌથી વધુ 28, પારડીમાં 15, વાપીમાં 25, ધરમપુરમાં 15, ઉમરગામમાં 13 અને કપરાડામાં 15નો સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે…
أحدث أقدم