- Gujarati News
- Local
- Gujarat
- Bharuch
- A Closed House Was Targeted By Smugglers In Kasad Village Of Bharuch, Gold And Silver Ornaments, Cash Were Found And A Total Of Rs 1.90 Lakh Was Stolen.
ભરૂચએક કલાક પહેલા
- કૉપી લિંક

ભરૂચના કાસદ ગામે રેહતા લિયાક્ત અલી શાકભાજીના વેપાર માટે પત્ની સાથે જોલવા રેહવા ગયા હતા. કાસદમાં તેમનો મોટો પુત્ર સોયબ અલી પત્ની સાથે રહેતો હતો. દરમિયાન 3 એપ્રિલે પુત્ર અને પુત્ર વધુ વડોદરા દાદીના ઘરે ગયા હતા.
આ દરમિયાન 4 એપ્રિલે તેમના કાસદના બંધ ઘરનું તાળું તૂટ્યું હોવાની જાણ થતાં જોલવાથી લિયાક્ત અલી દોડી આવ્યાં હતા. તસ્કરોએ તેમના બંધ ઘરનો નકુચો તોડી અંદર પ્રવેશ કર્યો હતો. ઘરમાં રહેલી તિજોરીમાંથી તસ્કરો 4 જોડી સોનાની બુટ્ટી, 16 વીંટી, 5 જળ, 13 ચાંદીના છરા, 4 ચાંદીની લકી, 9 ચાંદીના દોરા ચોરી કરી ગયા હતા. સાથે રોકડા 63 હજાર મળી કુલ રૂપિયા 1.90 લાખની ચોરી અંગે ભરૂચ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવાઈ છે.
અન્ય સમાચારો પણ છે…