પાટણ જિલ્લામાં નેત્રમ કમાન્ડ દ્વારા વર્ષમાં 19309 ઇ-ચલણ ઇસ્યુ કરાયા, રૂ. 56.23 લાખનો દંડ, 36.33 લાખની રિકવરી | 19309 e-challans were issued in the year by Netram Command in Patan district, Rs. 56.23 lakh fine, 36.33 lakh recovery | Times Of Ahmedabad

પાટણ14 મિનિટ પહેલા

  • કૉપી લિંક

પાટણ શહેર અને જિલ્લામાં પાટણ જિલ્લા પોલીસ તંત્ર દ્વારા ઠેરઠેર જાહેર માર્ગો અને શહેરમાં પ્રવેશવાનાં માર્ગો ઉપર મુકવામાં આવેલા 280 જેટલા સી.સી. ટી.વી.નાં નેટવર્કનાં નેત્રમ કમાન્ડ કન્ટ્રોલરુમમાં વિશાળ સ્ક્રીનમાં વિવિધ પ્રકારનાં ટ્રાફીકનાં નિયમોનું ઉલ્લંઘન કરનારા વાહનચાલકોને ઇ મેમા દ્વારા દંડ ફટકારવામાં આવે છે. તે અનુસંધાને પાટણ જિલ્લામાં વિતેલા વર્ષ 2022-2023નાં વર્ષમાં તા.1-4-22 થી તા. 31-3-23 સુધીનાં સમયગાળામાં કુલે 19309 ચલણો ઇસ્યુ થયા હતા.જે ચલણોની કુલે રૂા. 56,23,400નો દંડ વસુલવાનો થતો હતો. જેમાંથી 13,775 ચલણોની રૂા.36,33,300ની રકમનાં ચલણો ભરપાઇ થયા છે. જ્યો હજુ રૂા. 19,83,300ની રકમનાં 5516 ચલણોની ચુકવણી બાકી છે. રિવોકડ ચલણોની સંખ્યા 18 ની છે ને તેની રકમ રૂા. 6800ની છે. અત્રે ઉલ્લેખનીય છે કે, પાટણ જીલ્લામાં સી.સી. ટી.વી.નાં અનેક બનાવો બનતાં અટકી ગયા છે. જેનાથી ગુન્હાઓનું ડીટેક્શન પણ થાય છે.

અન્ય સમાચારો પણ છે…
أحدث أقدم