Thursday, April 13, 2023

ફિલિપાઇન્સથી ચાલતા ઓનલાઇન જુગારમાં 2 ઝબ્બે | 2 zabbes in online gambling from the philippines | Times Of Ahmedabad

દમણએક કલાક પહેલા

  • કૉપી લિંક
  • 70થી વધુ બેંક ખાતામાં દરરોજ લાખો રૂપિયા જમા થતા હતા , દમણ પોલીસ એપી અને પંજાબથી બે ને ઉંચકી લાવી

દમણ પોલીસને સાયબર સેલમાં ફરિયાદ મળી હતી કે,damangames.inના મની વેબસાઈટ પર ઓનલાઈન ગેમીંગ પ્લેટફોર્મ દ્વારા લોકોનો વિશ્વાસ જીતીને અંગત અને નાણાકીય માહિતીની ચોરી કરી અને ગેરકાયદે જુગારની પ્રવૃતિ ચાલી રહી છે. ફરિયાદના આધારે પોલીસે જુગાર ધારા, છેતરપિંડી અને આઇટી એક્ટ મુજબ ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. તપાસમાં પોલીસને અનેક બેંક ખાતાઓ મળી આવ્યા હતા. બેંક ખાતાની ઝીણવટભરી તપાસ બાદ જાણવા મળ્યું હતું કે, આ ઓનલાઈન ગેમ દ્વારા જુગાર રમીને વિવિધ બેંક ખાતાઓમાં રોજેરોજ કરોડો રૂપિયાની લેવડદેવડ થઈ રહી છે.

પોલીસે બેંક ખાતાઓ દ્વારા વિવિધ માહિતી મેળવી હતી. માહિતી એકત્રિત કર્યા પછી, પોલીસ ટીમને દેશના દક્ષિણ અને ઉત્તરના વિવિધ રાજ્યોમાં તપાસ માટે મોકલવામાં આવી હતી. 15 દિવસ સુધી એક કડીને બીજી કડી સાથે જોડતા આખરે પોલીસ ટીમ આ ગેંગના મુખ્ય આરોપી 22 વર્ષીય કનુરી દુર્ગા પ્રસાદ સુધી પહોંચી હતી, જે આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ શહેરના મકવારાપલમ ગામમાં રહીને ચલાવતો હતો. આરોપીની પૂછપરછ બાદ તેની ધરપકડ કરીને દમણ લાવવામાં આવ્યો હતો. તેની સાથે અન્ય આરોપી સ્વરણ સિંહને પંજાબના લુધિયાણા જિલ્લાના ડાંગિયા ગામમાંથી ધરપકડ કરી હતી.

પોલીસે બંને આરોપીઓ પાસેથી 60 બેંક ખાતા, ચેકબુક, પાસબુક, 46 ડેબિટ કાર્ડ અને 7 મોબાઈલ ફોન જપ્ત કર્યા છે. બંને આરોપીની પૂછપરછ કરતાં જાણવા મળ્યું કે, આ કેસનો મુખ્ય આરોપી ફિલિપાઈન્સથી નેટવર્ક ચલાવી રહ્યો છે અને તે આરોપી સ્વરણ સિંહનો સંબંધી છે.

78 બેંક ખાતામાં જમા 1.30 કરોડ ફ્રિજ કરાયા, તપાસ શરૂ
પોલીસના જણાવ્યા મુજબ દમણગેમ્સ નામક સાઇટથી ઓનલાઇન જુગારનું મોટું નેટવર્ક ચાલતું હતું. આ સાઇટ ઉપર લાખોની સંખ્યામાં સભ્યો છે જેઓ અલગઅલગ હારજીતનો જુગાર રમતા હતા. આ જુગારની રકમ અલગ અલગ 78 બેંકમાં જમા થતી હતી. બેંકના એક ખાતામાં લાખો રૂપિયાનું ડેઇલી ટ્રાન્ઝેશકન તપાસમાં બહાર આવ્યું છે. હાલ તો પોલીસે 78 બેંક ખાતામાં જમા 1.30 કરોડ સીઝ કરી તપાસ હાથ ધરી છે.

500 રૂપિયા ભરીને સભ્ય બનો, અનેકવિધ ગેમ રમાડાતી
દમણ જ નહિ સમગ્ર દેશ અને વિદેશના લાખો લોકો મેમ્બર બની ગયા છે. 500 રૂ. બેંક એકાઉન્ટમાં જમા કરાવતા જ તેનો સ્ક્રિન શોર્ટ શોસિયલ મીડિયામાં શેર કરતા આઇડી અને પાસવર્ડ જનરેટ થતા હતા. અંદાજે 78 બેંક એકાઉન્ટમાં જમા થયેલી રકમને એક કંપનીના એકાઉન્ટમાં ટ્રાન્સર્ફર કરાતી હતી.

બંને આરોપી રૂપિયાની લેવડદેવડ કરતા હતા
આરોપી કનુરી દુર્ગા પ્રસાદે 20થી વધારે બેંકના કરંટ એકાઉન્ટ બનાવ્યા હતા. જ્યારે પંજાબના આરોપીએ 60થી વધુ ફેક એકાઉન્ટ બનાવ્યા હતા. ઓનલાઇન ગેમમાં જે રૂપિયા કલેક્ટ થતા હતા તે ફિલિપાઈન્સમાં રહેતા મુખ્ય સૂત્રધારના એકાઉન્ટમાં જમા કરાવવાની કામગીરી આ બંને આરોપી કરતા હતા.

અન્ય સમાચારો પણ છે…

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.