સુરેન્દ્રનગર જિલ્લામાં પોઝિટિવ કેસમાં ઘટાડો, આજે 2 કેસ નોંધાયા; 4 દર્દી ડિસ્ચાર્જ થતા હવે 16 એક્ટિવ કેસ રહ્યા | Decrease in positive cases in Surendranagar district, 2 cases reported today; With 4 patients discharged, now there are 16 active cases | Times Of Ahmedabad

સુરેન્દ્રનગર36 મિનિટ પહેલા

  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર - Divya Bhaskar

પ્રતીકાત્મક તસવીર

સુરેન્દ્રનગર જિલ્લામાં બુધવારે કોરોના પોઝિટીવના બે કેસ ધ્યાને આવ્યા હતો. આમ જિલ્લામાં કુલ 62માંથી 46 લોકો સાજા થતા હાલ 16 એક્ટિવ કેસ રહ્યા હતા. બુધવારે સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોના પોઝિટિવના બે કેસમાંથી એક કેસ લીંબડી તાલુકામાં અને એક કેસ ચોટીલા તાલુકામાં નોંધાયો છે. જ્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં બુધવારે 4 દર્દીઓને રજા આપવામાં આવી હતી.

સુરેન્દ્રનગર જિલ્લામાં તા.1 એપ્રિલને શનિવારે એક જ દિવસમાં 6 લોકો કોરોનાગ્રસ્ત બનતા આરોગ્ય તંત્ર દોડતુ થઇ ગયુ હતુ. ત્યારે બુધવારે સુરેન્દ્રનગર જિલ્લામાં 571 આરટીપીસીઆર ટેસ્ટ અને 229 એન્ટીજન ટેસ્ટ મળી કોરોનાના કુલ 800 ટેસ્ટ કરવામાં આવ્યાં હતા. જેમાં સુરેન્દ્રનગર જિલ્લામાં બુધવારે કોરોના પોઝિટીવના બે કેસ ધ્યાને આવ્યા હતા. જેમાં સુરેન્દ્રનગર જિલ્લામાં લીંબડી તાલુકામાં 1 અને ચોટીલા તાલુકામાં 1 કેસ કોરોના પોઝિટિવ નોંધાયો છે. આ દિવસે કુલ 62માંથી 46 દર્દીઓ સાજા થતા 16 એક્ટીવ કેસ રહ્યા હતા. આજે કુલ 4 દર્દીઓને હોસ્પિટલમાંથી સાજા થતાં રજા આપવામાં આવી હતી.

બીજી તરફ જિલ્લામાં રસીનો સ્ટોક ન હોવાના કારણે કુલ 37,40,262 લોકોએ રસીકરણ અટકી ગયુ હતુ.આ રસીકરણમાં પ્રથમ ડોઝ 14,81,842 લોકોએ અને બીજો ડોઝ 16,01,669 લોકોએ લીધો હતો. જ્યારે 6,56,741 લોકોએ બુસ્ટર ડોઝ લીધો હતો. જિલ્લાના કુલ રસીકરણમાં 16,52,405 પુરૂષો અને 14,30,559 મહિલાઓનો સમાવેશ થાય છે. આ રસીકરણમાં કોવિશિલ્ડની 30,03,627 તેમજ કોવેક્સિનની 6,45,015 તેમજ 12 થી 14 વર્ષની વયના 89,543 લોકોએ કોબર વેક્સિનની રસી લીધી હતી. જ્યારે 15 થી 17 વર્ષના 2,38,208, 18 થી 44 વર્ષની વયના 17,97,714 અને 45થી 60ની ઉંમરના 6,26,657 તેમજ 60થી ઉપરની વયના 4,64,426 લોકોએ રસી લીધી હતી.

અન્ય સમાચારો પણ છે…