યુવતી બની 2 શખસ સેક્સ ચેટ કરતા, ન્યૂડ કોલ રેકોર્ડિંગથી બ્લેકમેઇલિંગ, 8 લાખ આપ્યાં, છતાં છૂટકારો નહીં, અંતે ગળેફાંસો ખાધો | 2 men sex chat as a girl, blackmailed with nude call recording, gave 8 lakhs, still not released, finally strangled | Times Of Ahmedabad

અમદાવાદ41 મિનિટ પહેલા

  • કૉપી લિંક

અમદાવાદના પોશ વિસ્તારમાં રહેતો યુવક તેની પત્ની અને બાળકો સાથે ખુશખુશાલ જીવન જીવતો હતો. રોજ તે પોતાના પરિવારની નાની-મોટી ઈચ્છા પૂરી કરવા માટે કામ કરતો હતો. આ દરમિયાન તેને સોશિયલ મીડિયામાં એક રિક્વેસ્ટ આવી અને એક્સેપ્ટ કરતા હર્યોભર્યો સંસાર વિખેરાઈ ગયો હતો.

અજાણી યુવતીએ લલચાવતા ચેટિંગ અને તેમાં ફસાતા ગયેલા આ યુવાનને એક દિવસ એક વીડિયો કોલ આવ્યો અને તેમાં તેનું સ્ક્રિન રેકોર્ડિંગ થઈ ગયું હતું. ત્યારબાદ આ ન્યૂડ કોલને લઈને તેનું બ્લેકમેઇલિંગ શરૂ થયું હતું. સતત બ્લેકમેઇલિંગથી કંટાળેલા યુવકે 8 લાખ રૂપિયા આપી દીધા હતા. તેમ છતાં સાયબર ગઠિયાઓએ વધુ રૂપિયાની માગણી કરતા તેણે ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે. યુવક પાસેથી આરોપીઓએ લાખો રૂપિયા પડાવી લીધા હતા. એટલું જ નહીં, પોલીસે આરોપીઓને દબોચ્યા તો 5 પોલીસકર્મીને ઉલાળી મૂક્યા હતા અને નાસવા પ્રયાસ કર્યો હતો.

બે આરોપીને પોલીસે રાજસ્થાનથી દબોચી દીધા
સેક્ટર-1ના સંયુક્ત પોલીસ કમિશનર નીરજ બડગુર્જર અને ડીસીપી લવીના સિંહાએ જવાબદાર બે શખસને પકડીને લાવવા માટે પ્રયાસ શરૂ કરી દીધા હતા. સોલા પીઆઇ જીગ્નેશ અગ્રવાતે ટીમોને કામે લગાવી હતી. પોલીસે હરિયાણા-રાજસ્થાન બોર્ડર પરથી અન્સાર હુસેન મેવ અને ઇર્ષાદ મેવ નામના બે આરોપીને ઝડપી લીધા હતા.

સાયબર ગઠિયાઓના ફોન કરી હેરાન કરતા
એક તરફ યુવકની લાશ પડી હતી, ત્યારે એના ફોન પર અન્ય લોકોના ફોન આવતા હતા અને રૂપિયાની માગણી કરતા હતા. ત્યારે પરિવારને ખબર પડી કે, આ વ્યક્તિએ બ્લેકમેઇલિંગના કારણે આપઘાત કર્યો છે. જેથી આ સમગ્ર મામલો પોલીસ પાસે ગયો હતો અને પોલીસ હરિયાણાના રાજસ્થાન બોર્ડર પાસે આવેલા ભરતપુર નજીક બે આરોપીઓને પકડીને અમદાવાદ લઈ આવી હતી. આ આરોપીઓએ આવા અનેક યુવકોને ટાર્ગેટ બનાવ્યા હોવાનું હાલ પોલીસ પાસેથી જાણવા મળ્યું છે.

યુવક ન્યૂડ કોલમાં ફસાયો, હર્યોભર્યો પરિવાર વિખેરાયો
અમદાવાદના પોશ વિસ્તારમાં રહેતો 37 વર્ષનો રાજીવ( નામ બદલ્યું છે) પોતાની પત્ની અને બે બાળકો સાથે હસી-ખુશીથી જિંદગી જીવતો હતો. ફૂલ જેવા બાળકો રોજ પપ્પા આવવાની રાહ જોતા હતા, એક દિવસ રાજીવ ઘરમાં ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. આ સમગ્ર મામલે પહેલા પરિવાર જેમણે એવું થયું કે, માનસિક તણાવના કારણે રાજીવે આત્મહત્યા કરી લીધી હશે. પરંતુ એક તરફ રાજીવની ડેડ બોડી પડી હતી અને બીજી તરફ તેના ફોન સતત રણકી રહ્યો હતો.

ગેંગ ફોન કરીને અજાણ્યા નંબરથી લાખો રૂપિયા માગતી
અજાણ્યા નંબર પરથી ફોન આવતા કોઈએ ઉપાડ્યો હતો. સામેવાળી વ્યક્તિ 10-15 લાખ માગી રહ્યો હતો. જો રૂપિયા નહીં આપો તો બધા વીડિયો વાઇરલ થઈ જશે તેવું કહેવામાં આવતું હતું. જેથી પરિવારને પણ પછી ખબર પડી કે રાજીવ સેક્સટોર્શનમાં ફસાઈ ગયો હતો. રાજીવ સેક્સટોર્શનમાં ફસાયા અંગેની જાણ તેના પરિવારજનોએ સોલા પોલીસ સ્ટેશનમાં કરી હતી.

પોલીસે મેવાતી ગેંગના સભ્યોને ઝડપ્યા
તપાસ કરી તો જાણવા મળ્યું કે રાજીવને કેટલાક લોકોએ બ્લેકમેઈલ કરીને 8 લાખ રૂપિયા પડાવી લીધા હતા અને વધુ રૂપિયાની માગણી કરતા હતા. પરંતુ તે રૂપિયા ચૂકવી ન શકતા આત્મહત્યા કરી લીધી હતી. રાજીવને આત્મહત્યા કરવા માટે દુષ્પ્રેરણા માટે જવાબદાર ભરતપુર પાસેની મેવાતી ગેંગ હોવાનું સામે આવી રહ્યું હતું .

ખૂંખાર આરોપીઓએ પોલીસને ફંગોળ્યા
આરોપીને પકડવા માટે પોલીસ જ્યારે પહોંચી ત્યારે આરોપીઓ એટલા ખૂંખાર હતા કે, તેમણે ચાર-પાંચ પોલીસને ફંગોળી દીધા હતા. એક સમયે હાથમાં હાથકડી બાંધી હતી, તો પણ તેને છોડાવીને ભાગવા પ્રયાસ કર્યા હતા. આખરે પોલીસે આરોપીઓને અમદાવાદ લાવીને તેને સબક શીખવાડવા પ્રયાસો શરૂ કરી દીધા છે.

આરોપીઓના મોબાઈલ જપ્ત કરાયા, મહિલા સામેલ
આરોપીઓ પાસેથી અલગ-અલગ મોબાઈલ ફોન મળી આવ્યા છે, જે ફોનની અંદર અનેક લોકોના વીડિયો રેકોર્ડિંગ છે. જેઓને પણ આપણે બ્લેકમેઇલ કર્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. આ સમગ્ર મામલે હાલ પોલીસ આરોપીની વધુ પૂછપરછ કરી રહી છે. તેઓની સાથે એક મહિલા પણ સામેલ હોવાનું પણ પોલીસને જાણવા મળ્યું છે.

Previous Post Next Post