અમરેલી17 મિનિટ પહેલા
- કૉપી લિંક

રાજુલા-જાફરાબાદ વિસ્તારમાં લાકડાની હેરાફેરી સતત વધી રહી છે અને વૃક્ષ કટિંગ થતા હોવાની માહિતીના આધારે વનવિભાગ પણ એકશ્નમાં આવી કાર્યવાહી શરૂ કરી છે. રાજુલા સામાજિક રેન્જના આર એફ ઓ એસ એમ મકરાણી સહિત ટીમ દ્વારા સતત વોચ ગોઠવી મંજૂરી વગરના લાકડા લઈ જનારા હેરાફેરી કરનારા સામે ઝૂંબેશ હાથ ધરી છે. આજે જાફરાબાદથી રાજુલા જતા રોડ ઉપર બોલેરો ગાડી નંબર જી.એચ.08 Z 7414 ડ્રાયવર હિતેષ ઘેલાભાઈ બારૈયા સાથે અન્ય એક ઇસમની પણ અટકાયત કરી હતી. વાહન તેમજ લાકડા સહિત મુદામાલ કબજે લઈ પૂછપરછ શરૂ કરી છે.

અમરેલી જિલ્લામાં સૌથી વધારે રાજુલા રેન્જમાં લાકડા મંજૂરી પરમીટ વગર ગેરકાયદેસર રીતે હેરાફેરી થતી હોવાથી તેવા સામે સતત તવાઈ બોલાવી દેવામાં આવે છે તેમ છતાં લાકડાનો જથ્થો સતત પકડાય રહ્યો છે. આ વચ્ચે આજે પણ ગેરકાયદેસર લાકડાની હેરાફેરી કરનારા બે શખ્સ ઝડપાયા હતા. અગાવ લાકડા ક્યાં ક્યાં વેહચ્યા છે કે કેમ? છેલ્લા કેટલાક દિવસોથી આ ધંધો કરી રહ્યા છે, વિવિધ મુદ્દે વનવિભાગ તેમની પૂછ પરછ શરૂ કરી છે.