સુરતમાં તરૂણીને પ્રેમજાળમાં ફસાવ્યા બાદ ભગાડી જઈ દુષ્કર્મ આચરનાર પરિણીત યુવકને 20 વર્ષની કેદની સજા | 20 years imprisonment for married man who ran away after luring young girl in love trap in Surat | Times Of Ahmedabad

સુરતએક કલાક પહેલા

  • કૉપી લિંક
સુરત કોર્ટની ફાઈલ તસવીર. - Divya Bhaskar

સુરત કોર્ટની ફાઈલ તસવીર.

સુરતમાં તરૂણીને પ્રેમજાળમાં ફસાવ્યા બાદ ભગાડી જઈ દુષ્કર્મ આચરનાર પરિણીત યુવકને 20 વર્ષની કેદની સજા ફટકારવામાં આવી છે.તમામ ગુનામાં દોષી ઠેરવી ઈપીકો-376(3) તથા પોક્સો એક્ટની કલમ-6 હેઠળ 20 વર્ષની સખ્તકેદ,25 હજાર દંડ ન ભરે તો વધુ 3 વર્ષની સાદીકેદની સજા તથા ભોગ બનનારને 50 હજાર વળતર ચુકવવા નિર્દેશ આપ્યો છે.

15 દિવસ સુરતમાં દુષ્કર્મ આચર્યા બાદ રાજસ્થાન લઈ ગયો હતો
મૂળ રાજસ્થાનના પાલી જિલ્લાના વતની 30 વર્ષીય આરોપી શેઠારામ દેવારામ મેઘવાલ(રે.સીતારામ નગર સોસાયટી,પુણાગામ)એ ગઈ તા.19-1-2021ના રોજ પુણા પોલીસની હદ વિસ્તારમાં રહેતી 15 વર્ષ 8 માસની વયની તરૂણીને લગ્નની લાલચ આપીને વાલીપણાના કબજામાંથી ભગાડી ગયો હતો.આરોપી યુવાને ભોગ બનનાર તરૂણીને પીપોદરા સ્થિત હેપ્પી કોમ્પ્લેક્ષમાં 18-20 દિવસ રાખીને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. ત્યારબાદ પોતાના વતન રાજસ્થાન લઈ જઈને આરોપીએ બળજબરીથી ભોગ બનનાર સાથે શરીર સંબંધ બાંધ્યા હતા.

આરોપી શેઠારામ મેઘવાલને તમામ ગુનામાં દોષી ઠેરવ્યો
આ કેસમાં ભોગ બનનાર તરૂણીની ફરિયાદી પિતાએ પુણા પોલીસમાં આરોપી વિરુધ્ધ ઈપીકો-363,366,376(3) તથા પોક્સો એક્ટની કલમ-4, 5(એલ)6 મુજબનો ગુનાની ફરિયાદ નોંધાવી હતી. પુણા પોલીસે આરોપીની ધરપકડ કરી જેલભેગો કર્યો હતા. પોક્સો કેસોની ખાસ અદાલતના એડીશ્નલ સેશન્સ જજ શકુંતલાબેન એન.સોલંકીએ આ કેસની અંતિમ સુનાવણી હાથ ધરવામાં આવતાં કોર્ટે રેકર્ડ પરના પુરાવા તથા સરકારપક્ષે એપીપી દિપેશ દવેની રજુઆતોને માન્ય રાખી આરોપી શેઠારામ મેઘવાલને તમામ ગુનામાં દોષી ઠેરવ્યો હતો.

બચાવ પક્ષે ઓછી સજાની માંગ કરી હતી
આરોપીના બચાવપક્ષે આરોપી વિધવા માતાનો એક માત્ર કમાનાર પુત્ર હોય ભરણ પોષણની જવાબદારી તેના શિરે હોય ઓછામાં ઓછી સજા કરવા માંગ કરી હતી.જેના વિરોધમાં સરકારપક્ષે જણાવ્યું હતું કે ભોગ બનનાર માત્ર 15 વર્ષની છે. આરોપી પરણીત હોવા ઉપરાંત ભોગ બનનાર સગીર છે તે જાણતો હોવાં છતાં તેને ભગાડી જઈને એકથી વધુવાર દુષ્કર્મ આચર્યું છે.

કોર્ટે દાખલો બેસે તેવી સજા કરી
હાલમાં આવા ગુના વધતાં જતા હોઈ સમાજમાં દાખલો બેસે તે માટે મહત્તમ સજા કરવા માંગ કરી હતી.જેને કોર્ટે માન્ય રાખી આરોપીને ઉપરોક્ત કેદ તથા દંડ અને ભોગ બનનારને વળતર ચુકવવા હુકમ કર્યો હતો.કોર્ટે જણાવ્યું હતું કે સમાજમાં આવા ગુનાનું પ્રમાણ દિનપ્રતિદિન વધી રહ્યું છે.વધુમાં પોક્સો એક્ટનો મુખ્ય આશય પણ ધ્યાને લેવામાં આવે તો બાળકની સાથે થતાં જાતીય અપરાધોની સામે રક્ષણ પુરું પાડવાનો છે.

અન્ય સમાચારો પણ છે…
أحدث أقدم