Friday, April 21, 2023

પાટણ જિલ્લામાં આજે નવા 20 કેસ નોંધાયા, એક્ટિવ કેસનો આંક 51 પર પહોંચ્યો | 20 new cases were reported in Patan district today, taking the number of active cases to 51 | Times Of Ahmedabad

પાટણ23 મિનિટ પહેલા

  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર - Divya Bhaskar

પ્રતીકાત્મક તસવીર

પાટણ જિલ્લામાં છેલ્લા દોઢ માસ થી જિલ્લામાં કોરોનાનાં કેસ શરૂ થવા પામ્યા છે.અને દિવસે દિવસે કોરોનના કેસ માં વધારો થયો છે.ત્યારે આજે શુક્રવારે એક સાથે કોરોનાના 20 કેસ નોંધાયા હતા. જેમાં પાટણ 16, ચાણસ્મ 2, સમી1, હારીજ 1 મળી કુલ 20 કોરોન કેસ નોંધાયો છે. જિલ્લામાં કુલ 51 એક્ટિવ કેસ છે.જિલ્લામાં કુલ 149 કેસ અત્યાર સુધી નોંધાયા છે.

પાટણ જિલ્લામાં કોરોનના કેસ વધી રહ્યા છે ત્યારે આજે કોરોના ના એક સાથે 20 કેસ નોંધાયા છે. જેમાં પાટણ શહેર ની ગોવર્ધન સોસાયટી માં 37વર્ષ ની મહિલા ,શિવ નગર માં 72વર્ષ ના પુરુષ,મીના પાર્ક માં 21 વર્ષ ના યુવતી અને 23 વર્ષ ના યુવાન,મોતિશા ના 36 વર્ષ પુરુષ,શાંતિ નાથ સોસાયટી માં 40 વર્ષ ની મહિલા,આસોપાલવ માં37 વર્ષ ની મહિલા અને 2વર્ષ ના બાળકીમદારશા માં 38વર્ષ ના પુરુષ,અનાવાડ માં 37 વર્ષ ની મહિલા,હાશાપુર માં 50વર્ષ ના પુરુષ,ધારપુર માં20વર્ષ ની યુવતી, રણુંજ માં 72વર્ષ ના પુરુષ અને 14વર્ષ ની યુવતી,માતપુર માં 45વર્ષ ની મહિલા,સંડેરમાં 70વર્ષ ની મહિલાસહિત ચાણસ્મા ના કારોડા માં 26 વર્ષીય યુવતી,ખોખલા માં 20 વર્ષ ની યુવતી,સમી ના જાખેલ માં 70 વર્ષ ની મહિલા અને હારીજ ના ખાખડી માં 65 વર્ષ ની મહિલા ને ખાંસી અને તાવ જેવી બીમારીથી સંક્રમિત થતા કોરોના શંકાસ્પદ લાગતા તેમનું સેમ્પલ લેવામાં આવ્યું હતું. જેનો શુક્રવારે રિપોર્ટ કોરોના પોઝિટિવ આવતા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા પોઝીટીવ કેસ જાહેર કરવામાં આવતા કોરોના ના 20 કેસ સામે આવ્યા હતા.

જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લામાં તાવ શરદી સહિતના કોરોનાના લક્ષણો વાળા બીમાર દર્દીઓના વિવિધ સેન્ટરો ઉપર RTPCR 533અને એન્ટીજન 129 મળી કુલ 662 સેમ્પલ લેવામાં આવ્યા હતા જેમાં 6 પુરુષ અને 14 સ્ત્રી રિપોર્ટ પોઝિટિવ આવ્યો આમ જિલ્લા અત્યારે 51 કેસ એક્ટિવ છે જિલ્લામાં અત્યાર સુધી 149 કેસ નોંધાયા છે.7લોકો સાજા થયા છે.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: