Friday, April 14, 2023

પાટણ જિલ્લામાં કોરોનાના એક સાથે 20 કેસ નોંધાયો, આરોગ્ય વિભાગ દોડતું થયું, એક્ટિવ કેસ 55 થયા | 20 cases of corona were reported simultaneously in Patan district, health department was rushed, active cases became 55 | Times Of Ahmedabad

પાટણ10 કલાક પહેલા

  • કૉપી લિંક

પાટણ જિલ્લામાં છેલ્લા એક માસથી જિલ્લામાં કોરોનાનાં કેસ વધી રહ્યા છે. ત્યારે આજે ગુરુવારે એક સાથે કોરોનાના 20 કેસ નોંધાયા હતા. જેમાં પાટણમાં 11, ચાણસ્મામાં 5, સરસ્વતીમાં 2, ચાણસ્મામાં 1, સિદ્ધપુરમાં 1 એમ કુલ 20 કોરોનાના કેસ નોંધાયા છે. જિલ્લામાં કુલ 55 એક્ટિવ કેસ છે.

પાટણ શહેર ની કૃષ્ણમ સોસાયટીમાં 39 વર્ષનો પુરુષ, ખોખરવાડો 30 વર્ષનો પુરુષ, નૂતન સોસાયટીની 41 વર્ષની મહિલા, ધારપુરમાં 21 વર્ષની યુવતી, સંડેરમાં 68 વર્ષની મહિલા અને 42 વર્ષનો પુરુષ, 58 વર્ષનો પુરુષ ,જયારે બાલીસણા ગામે 70 વર્ષની મહિલા, 20 વર્ષની યુવતી અને 62 વર્ષનો પુરુષ. સમોડામાં 54 વર્ષનો પુરુષ, ચાણસ્મા શહેરના ગોગવાસમાં 50 વર્ષની મહિલા, ઇન્દિરા નગરમાં 18 વર્ષની મહિલા, ખારીઘરીયાલ 60 મહિલા, રૂપપુરમાં 35 વર્ષની પુરુષ, ખોરસમ 60 વર્ષની મહિલા, વદાની 50 વર્ષની મહિલા, પાલડી 19 વર્ષનો યુવાન, હારીજ શહેરમાં ભઠ્ઠા ઉપર 60 વર્ષ ના પુરુષ અને ડીડરોળમાં 19 વર્ષ પુરુષનો ખાંસી અને તાવ જેવી બીમારીથી સંક્રમિત થતા કોરોના શંકાસ્પદ લાગતા તેમનું સેમ્પલ લેવામાં આવ્યું હતું. જેનો ગુરુવારે રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો હતો.

જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લામાં તાવ શરદી સહિતના કોરોનાના લક્ષણો વાળા બીમાર દર્દીઓના વિવિધ સેન્ટરો ઉપર RTPCR 501 અને એન્ટીજન 301 મળી કુલ 802 સેમ્પલ લેવામાં આવ્યાં હતા જેમાંથી 10 પુરુષ અને 10 સ્ત્રીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે આમ જિલ્લામાં અત્યારે 55 કેસ એક્ટિવ છે.

અન્ય સમાચારો પણ છે…

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.