બનાસકાંઠા (પાલનપુર)21 મિનિટ પહેલા
- કૉપી લિંક
મુખ્યમંત્રીના જનસંપર્ક કાર્યક્રમ હેઠળ, ઓનલાઈન ફરિયાદ નિવારણ કાર્યક્રમ “સ્વાગત” ની શરૂઆત તા.24 એપ્રિલ-2003 ના રોજ થઇ હતી. આ કાર્યક્રમને એપ્રિલ મહિનામાં 20 વર્ષ પૂર્ણ થવના અવસરે બનાસકાંઠા જિલ્લામાં આ માસના ચોથા સપ્તાહની “સ્વાગત સપ્તાહ” તરીકે ઉજવણી કરવામાં આવશે.
સ્વાગત સપ્તાહની ઉજવણીને અનુલક્ષી પાલનપુર ખાતે બનાસકાંઠા કલેક્ટર વરૂણકુમાર બરનવાલના અધ્યક્ષસ્થાને જિલ્લાના ઉચ્ચ અધિકારીઓની બેઠક યોજાઇ હતી. જેમાં આ સપ્તાહ દરમિયાન યોજાનાર કાર્યક્રમોની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. તા. 11 થી 17 એપ્રિલ દરમિયાન ગ્રામ સ્વાગત માટેના પ્રશ્નો સ્વીકારવામાં માટેના કેમ્પનું આયોજન કરવામાં આવશે. નવી નિમણુંક પામેલા મામલતદારઓ અને તાલુકા વિકાસ અધિકારીઓને મુખ્યમંત્રીના જનસંપર્ક કાર્યાલય ખાતે તાલીમ આપવાનું આયોજન, તા.26/04/2023 ના રોજ દરેક તાલુકામાં તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ તથા ગ્રામ્ય કક્ષાએ ગ્રામ સ્વાગત કાર્યક્રમ સવારે 11:00 કલાકે યોજાશે. આ સપ્તાહની ઉજવણી દરમિયાન જિલ્લાના અલગ અલગ તાલુકામાં યોજાનાર તાલુકા સ્વાગત કાર્યક્રમમાં કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, પોલીસ અધિક્ષક, અધિક નિવાસી કલેક્ટર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક સહીત વર્ગ-1 ના અધિકારીઓ ઉપસ્થિત રહેશે.
જિલ્લાના પ્રજાજનોની ફરિયાદ કે પ્રશ્નોના નિવારણ માટે જિલ્લા કક્ષાએ બનાસકાંઠા કલેકટર અધ્યક્ષપણા હેઠળ આગામી 27 04 2023 ના રોજ જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. એ જ દિવસે એપ્રિલ માસના ચોથા ગુરૂવારે 27 એપ્રિલના રોજ મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને રાજ્ય સ્વાગત કાર્યક્રમ યોજાશે. રાજ્ય સ્વાગત કાર્યક્રમમાં જિલ્લા સ્વાગત તેમજ તાલુકા સ્વાગતમાં સપ્તાહ દરમિયાન થયેલ પ્રશ્નો અને તેના નિકાલ અંગેની સમીક્ષા કરવામાં આવશે.સરકારના લોકાભિમુખ વહીવટની બાબતોથી નાગરિકો વાકેફ થાય અને તેનો મહત્તમ લોકો લાભ મેળવી શકે તે ઉદ્દેશથી સરકાર દ્વારા જિલ્લા કક્ષાએ, તાલુકા કક્ષાએ અને ગ્રામ્ય કક્ષાએ આ કાર્યક્રમો યોજવા માટે તા. 11 થી 29 એપ્રિલ દરમિયાન સ્વાગત સપ્તાહનો અવેરનેસ કાર્યક્રમ તેમજ ગ્રામ સ્વાગત દ્વારા તલાટીઓ, સરપંચઓ, સભ્યોની તાલીમ અને ગ્રામ સ્વાગત માટેના પ્રશ્નો સ્વીકારવા માટે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. તાલુકા કક્ષાએ દરેક તાલુકાના મામલતદારઓના અધ્યક્ષપણા હેઠળ આ કાર્યક્રમો યોજાશે.