Monday, April 17, 2023

મોડાસાનો માઝૂમ ડેમને ખાલી કરવાની કામગારી આવતીકાલથી શરૂ કરાશે, પ્રથમ 200 ક્યુસેક પાણી નદીમાં છોડાશે, કિનારાના ગામડાઓને કર્યા સતર્ક | Work to empty Modasa's Mazoom Dam will begin tomorrow, first 200 cusecs of water will be released into the river, alerting coastal villages | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Aravalli
  • Work To Empty Modasa’s Mazoom Dam Will Begin Tomorrow, First 200 Cusecs Of Water Will Be Released Into The River, Alerting Coastal Villages

અરવલ્લી (મોડાસા)9 મિનિટ પહેલા

  • કૉપી લિંક

કોઈપણ ડેમ હોય કે ચેકડેમ સમયાંતરે તેની મરામત રીપેરીંગ કરવું જરૂરી હોય છે. ત્યારે 41 વર્ષ પહેલાં બનેલા માઝૂમ ડેમના દરવાજા બદલવાની તંત્ર દ્વારા મંજૂરી મળતા આવતી કાલથી ડેમ ખાલી કરવાની કામગીરી હાથ ધરાશે.

મોડાસા પાસે આવેલી માઝૂમ નદી પર 41 વર્ષ પહેલાં ડેમ બનાવવામાં આવ્યો હતો. દર વર્ષે ડેમ ઓવરફ્લો પણ થતો હતો અને ડેમમાંથી તબક્કા પ્રમાણે પાણી સિંચાઈ માટે નદીમાં છોડવામાં પણ આવતું હતું. આ ડેમમાંથી દરરોજ 95 લાખ લીટર પાણી મોડાસા નગરપાલિકાને પણ આપવામાં આવતું હતું. ત્યારે આ ડેમના 9 દરવાજા 41 વર્ષ બાદ બદલવાની મંજૂરી મળી છે. ત્યારે દરવાજા બાદલવાની કામગીરીને લઈ માઝૂમ ડેમ ખાલી કરવો પડે તે મુજબ તંત્રની મંજૂરી મળતા જ આવતીકાલથી ડેમમાંથી પાણી નદીમાં છોડવાની શરૂઆત કરાશે.

માઝૂમ ડેમમાંથી નદીમાં 12 દિવસ સુધી પાણી છોડાશે. ત્યારે 200 કયુસેકથી લઈ 1000 ક્યુસેક સુધી પાણી છોડવામાં આવશે. આવતીકાલે પ્રથમ 200 ક્યુસેક પાણી નદીમાં છોડવાની કામગીરી શરૂ કરાશે. માઝૂમ ડેમમાંથી નદીમાં પાણી છોડતાં અગાઉ અરવલ્લી જિલ્લા અને ખેડા જિલ્લાના માઝૂમ નદીના કિનારાના ગામડાઓને તંત્ર દ્વારા ચેતવણી અપાઈ છે અને કોઈએ પાણી છોડાયું હોય એ દરમિયાન નદી કિનારેના જવા સૂચના અપાઈ છે. તેમજ પશુપાલકોને પણ પશુઓ લઈ નદી કિનારેના જવા માટે સૂચન કરાયું છે. જો કે ડેમનું સ્ટોરેજ પાણી રહેશે તેમાંથી મોડાસા નગરપાલિકાને જે દૈનિક 95 લાખ લીટર પાણી અપાતું હતું તે જુલાઈ માસના અંત સુધી ચાલુ જ રખાશે.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: