Thursday, April 27, 2023

રાજકોટની લાપાસરી નદીમાંથી ટુકડા કરેલી હાલતમાં મળેલ મહિલા કે આરોપીની માહિતી આપનારને પોલીસ આપશે રૂ.20,000નું ઈનામ, ઓળખ ગુપ્ત રહેશે | Police will offer a reward of Rs 20,000 to the woman found in dismembered condition in Rajkot's Lapasari river or for information about the accused, identity will be kept secret | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Police Will Offer A Reward Of Rs 20,000 To The Woman Found In Dismembered Condition In Rajkot’s Lapasari River Or For Information About The Accused, Identity Will Be Kept Secret

રાજકોટ38 મિનિટ પહેલા

  • કૉપી લિંક

રાજકોટની બેડી ચોકડી નજીકથી ગત તારીખ 13 એપ્રિલે એક મહિલાનો મૃતદેહ ટુકડા કરેલી હાલતમાં મળી આવ્યો હતો. આ મહિલાની ઓળખ મેળવી આરોપીને ઝડપવાની પોલીસ દ્વારા મથામણ કરવામાં આવી રહી છે. જોકે હજુ સુધી આ મહિલાની ઓળખ નહીં મળતા પોલીસે મહિલા કે આરોપી અંગે માહિતી આપનાર માટે રૂ. 20 હજારનું ઇનામ જાહેર કર્યું છે. આ સાથે જ મૃતક મહિલા પાસેથી મળેલી વસ્તુઓના ફોટા પણ પોલીસે જાહેર કર્યા છે. અને આ મહિલાની ઉંમર 17 થી 25 વર્ષ હોવાનો પણ ઉલ્લેખ કરાયો છે. હાલ પોલીસ દ્વારા મૃતક મહિલાની ઓળખ મેળવી આરોપીને ઝડપી લેવા વિવિધ દિશામાં તપાસ પણ કરવામાં આવી રહી છે.

જાણો શુ હતો સમગ્ર મામલો

ગત તારીખ 13 એપ્રિલે સાંજના સમયે પોલીસને માહિતી મળી કે લાલપરી નદીમાંથી એક મહિલાની ટુકડા કરાયેલી લાશ થેલામાં જોવા મળી છે. જેથી પોલીસે સ્થળ ઉપર પહોંચીને તપાસ કરતા બે થેલામાંથી મહિલાની લાશના ટુકડા મળી આવ્યા હતા. આ લાશની આસપાસ તેમજ થેલામાંથી તાવીજ મળતા તાંત્રિક વિધિના કારણે હત્યા થઈ હોવાની આશંકા વ્યક્ત કરીને પોલીસ દ્વારા લાશને ફોરેન્સિક પોસમોર્ટમ અર્થે મોકલવામા આવી હતી. આ લાશના ધડ માથું હાથ પગ અલગ ટુકડા કરેલી હાલતમાં મળી આવ્યા હતા. આ ઘટના અંગે પોલીસ દ્વારા લાશ કોની છે અને આ રીતે તેની હત્યા કોણે કરી ? તે જાણવા જુદી-જુદી ટીમો દ્વારા સીસીટીવી સહિતના માધ્યમો વડે તપાસ શરૂ કરાઈ હતી.

અત્યાર સુધીની તપાસ દરમિયાન આસપાસના લોકોની પુછપરછ કરવામાં આવી હતી. રાજકોટ શહેર ઉપરાંત નજીકનાં ગ્રામ્ય વિસ્તાર ઉપરાંત મોરબી સહિત નજીકના સ્થળોએ કોઈ મહિલા મિસિંગ છે કે કેમ તે દિશામાં પણ તપાસ કરવામાં આવી હતી. આ લાશ કોહવાઈ ગયેલી હોવાથી આશરે ચારેક દિવસ પૂર્વે હત્યા થઇ હોવાનું પ્રાથમિક તારણ મળતા હત્યારાએ અન્ય સ્થળે હત્યા કર્યા બાદ લાશના ટુકડા કરી નાખી એક થેલામાં હાથ-પગ અને માથું તેમજ બીજા થેલામાં ધડ પેક કરી પોલીસને ગેરમાર્ગે દોરવા થેલા નદીનાં કાંઠે ફેંકયા હોવાનું અનુમાન વ્યક્ત કરાયું હતું. જોકે આજદિન સુધી મૃતક મહિલાની ઓળખ નહીં મળતા પોલીસે રોકડ ઇનામ જાહેર કર્યું છે.

Related Posts: