No results found

    ગોધરા પ્રાંત અધિકારીની કચેરી ખાતે સ્વાગત કાર્યક્રમ યોજવામાં આવ્યો; લોકોએ નિરાકરણ અર્થે પોતાના પ્રશ્નો રજૂ કર્યા | A reception was held at the Godhra Provincial Officer's office; People presented their questions for resolution | Times Of Ahmedabad

    પંચમહાલ (ગોધરા)5 કલાક પહેલા

    • કૉપી લિંક

    ગોધરા પ્રાંત અધિકારીની કચેરી ખાતે તાલુકા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં જિલ્લા કલેક્ટર આશિષકુમારની અધ્યક્ષતામાં યોજાયેલા આ સ્વાગત કાર્યક્રમમાં તાલુકાના નાગરિકોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને નિરાકરણ અર્થે પોતાના પ્રશ્નો રજૂ કર્યા હતા.

    ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા રાજ્યના નાગરિકોના વિવિધ પ્રશ્નોના ત્વરિત નિરાકરણ માટે સ્વાગત કાર્યક્ર્મ શરૂ કરવામાં આવ્યો હતો. ત્યારે ચાલુ વર્ષે સ્વાગત કાર્યક્રમના 20 વર્ષ પૂર્ણ થયા છે. જેના ઉપલક્ષ્યમાં ચાલુ સપ્તાહને સ્વાગત સપ્તાહ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે. જે અંતર્ગત આજે ગોધરા ખાતે આવેલા પ્રાંત અધિકારી કચેરી ખાતે તાલુકા કક્ષાનો સ્વાગત કાર્યક્ર્મ યોજાયો હતો.

    જિલ્લા કલેક્ટર આશિષકુમારના અધ્યક્ષતામાં યોજાયેલા આ સ્વાગત કાર્યક્ર્મમાં તંત્રના વિવિધ વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતાં. જેમાં ગોધરા શહેર અને તાલુકાના વિવિધ નાગરિકોએ પોતાના પડતર પ્રશ્નોના ત્વરિત નિરાકરણ માટે પોતાના પ્રશ્નો રજૂ કર્યા હતા. જે પ્રશ્નોનો નિકાલ લાવવા માટે જિલ્લા કલેક્ટર દ્વારા સબંધિત અધિકારીઓને તથા કર્મચારીઓને સૂચન કરીને સત્વરે નિકાલ લાવવા માટે જણાવ્યું હતું. ગોધરા ખાતે યોજાયેલા જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં યોજાયેલા સ્વાગત કાર્યક્રમમાં 120 ઉપરાંત અરજદારોએ ઉપસ્થિત રહીને પોતાના વિવિધ પ્રશ્નો મૂકીને નિરાકરણ મેળવ્યું હતું.

    Post a Comment

    Previous Next

    نموذج الاتصال