Friday, April 21, 2023

2010ના મારામારીના કેસમાં કોર્ટે 6 માસની સજા ફટકારી હતી, સજા માફ કરવા ખખડાવ્યા હાઇકોર્ટના દ્વાર | Court sentenced to 6 months in 2010 assault case, knocks on High Court's door to waive sentence | Times Of Ahmedabad

અમદાવાદ3 મિનિટ પહેલા

  • કૉપી લિંક

કોંગ્રેસના સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમા પર વર્ષ 2010માં ચોરવાડમાં માર મારવાની ફરિયાદ હરીશ ચુડાસમા અને મિત વૈધએ કરી હતી. આ ફરિયાદ પર સુનાવણી કરતા માળિયા હાટીનાં કોર્ટે વિમલ ચુડાસમા સહિત અન્ય આરોપીઓને 6 મહિનાની સાદી જેલની સજા ફરમાવી હતી.

હાઇકોર્ટમાં આગામી સપ્તાહે સુનાવણી પર હાથ ધરાશે
માળીયા હાટીના કોર્ટે વિમલ ચુડાસમાની અરજી પર સેશન્સ કોર્ટમાં જવા માટે ચુકાદા પર એક મહિના માટે સ્ટે આપ્યો હતો પરંતુ, સેશન્સ કોર્ટે માળિયા હાટીના કોર્ટનો ચુકાદો યથાવત રાખતા હવે કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ હાઇકોર્ટના દ્વારા ખખડાવ્યા છે. ધારાસભ્ય વિમલ ચુડાસમાએ સજા માફી માટે હાઇકોર્ટમાં અરજી કરી છે. હાઇકોર્ટમાં આગામી સપ્તાહે વિમલ ચુડાસમાની અરજી પર સુનાવણી હાથ ધરાશે.

જો તમે ભાજપમાં જોડાઈ જશો, અમે આ કેસ પાછો ખેંચી લઈશું
અગાઉ આ ઘટનાક્રમ અંગે મીડિયા સાથેની વાતચીત દરમિયાન વિમલ ચુડાસમાએ જણાવ્યુ હતુ કે, ‘તે સમયે હું નગરપાલિકામાં પ્રમુખ હતો અને જે લોકોએ ફરિયાદ નોંધાવી તે ભાજપના નેતા હતા. અગાઉ મને ભાજપમાં જોડાવવા માટે દબાણ પણ કરવામાં આવ્યુ હતુ અને એવું કહેવામાં આવ્યુ હતુ કે, જો તમે ભાજપમાં જોડાઈ જશો તો અમે આ કેસ પાછો ખેંચી લઈશું. જો કે, મેં તે સમયે તેમની ઓફર સ્વીકારી નહી અને તેના કારણે આ સજાનો ભોગ હુ બન્યો છુ.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: