Friday, April 21, 2023

રાજકોટમાં વર્ષ 2016માં થયેલ પોલીસમેન ભરત ગઢવીના હત્યા કેસમાં બાળ આરોપીને પણ તકસીરવાન ઠેરવતી કોર્ટ | Court convicts child accused in 2016 murder case of policeman Bharat Gadvi in Rajkot | Times Of Ahmedabad

રાજકોટ3 કલાક પહેલા

  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar

પ્રતીકાત્મક તસ્વીર

રાજકોટમાં વર્ષ-2016માં મોડી રાત્રીએ પોલીસ કોન્સ્ટેબલ ભરતદાન ગઢવીની હત્યા નિપજાવનાર 6 આરોપીઓમાંથી બે આરોપીઓને સાત વર્ષની કેદની સજા ફરમાવેલ હતી. ચાલુ કેસ દરમ્યાન શકિત ઉર્ફે પેંડાનુ એન્કાઉન્ટર થયેલ અને ઋષિરાજસિંહ જાડેજાની હત્યા થયા બાદ એક સહઆરોપી કમલેશ વજુભાઈ મહેતાએ તાજનો સાક્ષી બની સમગ્ર બનાવ અંગે જુબાની આપેલ જેથી તેણે નિર્દોષ છોડી મુકવામાં આવેલ હતો. ત્યારબાદ મરણજનાર ભરતભાઈને છરીના ઘા મારી હત્યા કરનાર મુખ્ય આરોપી સગીર હોવાથી તેની સામેને કેસ ચિલ્ડ્રન કોર્ટમાં ચાલી જતા આ બાળ આરોપીને કોર્ટે તકસીરવાન ઠેરવ્યો છે.

ચાવી પોલીસ કોન્સ્ટેબલે લઈ લીધી હતી
ગત તારીખ 16 માર્ચ 2016ના રોજ સહકાર સોસાયટીના ચોકમાં મોડી રાત્રીના સમયે ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ ભરતભાઈ નેચડાએ ત્રણ મોટર સાઈકલો ઉપર છાકટા થઈને મોટે મોટેથી રાડો પાડીને આવતા આરોપીઓને ચોકમાં રોકેલ હતા. આ આરોપીઓ ભાગી ન જાય તે માટે શક્તિ ઉર્ફે પેંડો અને તેની સાથે બેઠેલ બાળ આરોપીના મોટર સાઈકલની ચાવી આ પોલીસ કોન્સ્ટેબલે લઈ લીધેલ હતી.

છરી કાઢી હત્યા નિપજાવી
આથી ગુસ્સે થઈને બાળ આરોપીએ પોતાના પેન્ટના નેફામાંથી છરી કાઢી કોન્સ્ટેબલ ભરતભાઈના કાનની નીચે મારેલ. આ ઈજા થતા કોન્સ્ટેબલ ભરતભાઈ ત્યાંથી ભાગવા ગયેલ ત્યારે તમામ આરોપી ભરતભાઈની પાછળ દોડી તેને પછાડી દીધેલ અને છરીના બીજા બે ઘા ભરતભાઈને મારેલ તથા બીજા ચાર આરોપીઓએ ઢીકા પાટુનો માર મારી ભરતભાઈનુ મોત નિપજાવેલ હતું.

હત્યાનો ભોગબનનાર પોલીસમેન ભરતદાન ગઢવી

હત્યાનો ભોગબનનાર પોલીસમેન ભરતદાન ગઢવી

આરોપીઓ ત્યાંથી ભાગી ગયા
ત્યારબાદ તમામ 6 આરોપીઓ ત્યાંથી ભાગી ગયા હતા. આ કેસમાં પોલીસ તપાસના અંતે મૃતક આરોપી શકિત ઉર્ફે પેંડા સિવાયના પાંચેય આરોપીઓ વિરૂદ્ધ ચાર્જશીટ રજુ કરવામાં આવેલ હતી. સેશન્સ કોર્ટમાં આ કેસ ચાલવા પર આવતા સહઆરોપી કમલેશ વજુભાઈ મહેતાએ પબ્લીક પ્રોસીકયુટર મારફત તાજનો સાક્ષી બનવાની અરજી આપી સોગંદ ઉપર સાચી હકિકતની જુબાની આપવા તૈયારી દર્શાવેલ. આ મુજબ સરકારી વકીલ મારફત નોંધાયેલ સહઆરોપીની જુબાની નોંધાયેલ જે દરમ્યાન આ સહઆરોપીએ સમગ્ર બનાવમાં કયા આરોપીએ કેટલો ભાગ ભજવેલ છે તે અંગે વિસ્તૃતપણે જણાવેલ. જે જુબાનીના આધારે બે પુખ્ત સહઆરોપીઓને સાપરાધ મનુષ્ય વધના ગુન્હા સબબ સેશન્સ કોર્ટે 7 વર્ષની કેદની સજા ફરમાવેલ હતી.

સજા સંભળાવવામાં આવશે
​​​​​​​બાળ આરોપીનો કેસ આખરી દલીલ પર આવતા બાળઆરોપી આ ગુનાનો મુખ્ય આરોપી હોય તેણે જ છરીના ઘા માર્યા હોય આજીવન કેદની સજા કરવાની માંગ સાથે સરકાર પક્ષે સરકારી વકીલે દલીલો કરી હતી. હાલ ચિલ્ડ્રન કોર્ટે બાળઆરોપીને તકસીરવાન ઠેરવ્યો છે. જેને સજા સંભળાવવામાં આવશે આ કેસમાં સરકાર પક્ષે રાજકોટ જિલ્લા મુખ્ય સરકારી વકીલ એસ.કે. વોરા રોકાયેલા છે.

મનુષ્યવધ માટે તકસીરવાન
​​​​​​​સગીર આરોપી સામેનો કેસ ચિલ્ડ્રન્સ કોર્ટમાં ચાલી જતા આ કેસની આખરી સુનવણી વખતે સરકાર વતી એસ.કે.વોરાએ દલીલો કરેલ કે, બે પુખ્ત સહઆરોપીઓને સેશન્સ અદાલતે જયારે સાપરાધ મનુષ્યવધ માટે તકસીરવાન ઠરાવેલ છે ત્યારે સગીર આરોપીએ મુખ્ય હુમલાખોર તરીકે મૃતકને છરી મારેલ હોય ત્યારે આ સગીર આરોપી સામેનો ગુન્હો હત્યાનો કહેવાય અને તેથી તેને ખૂનના ગુન્હા સબબ તકસીરવાન ઠરાવવો જોઈએ. વર્ષ 2012માં દિલ્હી ખાતે નિર્ભયા કાંડમાં ગેંગરેપના કેસ બાદ જસ્ટીસ જે એસ. વર્માએ જુવેનાઈલ જસ્ટીસ એકટમાં ‘હિનસ ક્રાઈમ’ કરનાર બાળ આરોપી માટે વિશેષ જોગવાઈનું સૂચન કરવામાં આવતા પાર્લામેન્ટે જુવેનાઈલ જસ્ટીસ એકટને વર્ષ 2015માં નવા સ્વરૂપમાં રજુ કરવામાં આવેલ છે.

સેફટી હોમમાં રાખવાની જોગવાઈ છે
નવા કાયદા મુજબ 16 વર્ષથી વધુ ઉંમરનો કોઈપણ સગીર જયારે હિંસક ક્રાઈમ કરે ત્યારે આવા સગીર આરોપીને તેની 21 વર્ષની ઉંમર સુધી સેફટી હોમમાં રાખવાની જોગવાઈ છે અને 21 વર્ષની ઉંમર પુરી થયા બાદ હિંસક ક્રાઈમ કરનાર સગીર આરોપીને ફરમાવવામાં આવેલ સજામાંથી બાકીની સજા ભોગવવા માટે રેગ્યુલર જેલમાં મોકલી આપવાનો રહે છે. આ મુજબ હાલનો સગીર આરોપી વર્ષ 2016માં ગુન્હો આચરતી વખતે 18 વર્ષથી નાની ઉંમરનો હતો પરંતુ આજ રોજ જયારે આ સગીર આરોપીને હત્યાના ગુન્હા સબબ તકસીરવાન ઠરાવવામાં આવેલ છે. ત્યારે આ સગીર આરોપીની ઉંમર 24 વર્ષથી વધુ છે અને તેથી બાકીની સજા આ સગીર આરોપીએ રાજકોટની સેન્ટ્રલ જેલમાં ભોગવવાની રહે છે અને તે મુજબ આ સગીર આરોપી વિરુદ્ધ સજા અંગેનો હુકમ ફરમાવવા રજુઆત કરવામાં આવેલ હતી.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: