સુરેન્દ્રનગર15 મિનિટ પહેલા
- કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર
સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના કરમડ ગામે રહેણાંક મકાનમાં વર્ષ 2017માં અંગત અદાવતમાં આરોપી જયદીપ સોલંકીએ છરી વડે નાનજીભાઈ મેણીયાની ઘાતકી હત્યા કરી હતી. જે અંગેનો કેસ લીંબડી કોર્ટમાં ચાલી જતા લીંબડી કોર્ટે વર્ષ 2017માં થયેલી હત્યાના આરોપીને આજીવન કેદની સજા ફટકારી હતી.
આ હત્યાના બનાવની વિગત એવી છે કે, 13/4/2017ના રોજ સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના કરમડ ગામે આરોપી જયદીપ ઘનશ્યામભાઇ સોલંકીએ મૃતક નાનજીભાઇ ધનજીભાઇના ડેલે જઇ મારી બહેનનું નામ કેમ લીધું ? એમ કહીં કમરમાંથી છરી કાઢી નાનજીભાઇને હાથે, પડખામાં, ગળના ભાગે અને છાતીમાં છરીના ઉપરાછાપરી આડેધડ ઘા ઝીંકી રાડ, બુમને દેકારો થતાં નાસી છૂટ્યો હતો. આથી નાનજીભાઇને લોહિલુહાણ હાલતમાં સારવાર અર્થે લીંબડી સરકારી હોસ્પિટલ લઇ જવાતા ફરજ પરના હાજર તબીબે એને મૃત જાહેર કર્યો હતો. જે અંગે ચૂડા પોલીસ મથકમાં આરોપી જયદીપ ઘનશ્યામભાઇ સોલંકી વિરુદ્ધ હત્યા અંગેનો ગુનો નોંધાયો હતો.
જેમાં ચુડા તાલુકાના કરમડ ગામે રહેણાંક મકાનમાં વર્ષ 2017માં અંગત અદાવતમાં આરોપી જયદીપ સોલંકીએ છરી વડે નાનજીભાઈ મેણીયાની ઘાતકી હત્યા કરી હતી. જે અંગેનો કેસ લીંબડી કોર્ટમાં ચાલી જતા લીંબડી કોર્ટે વર્ષ 2017માં થયેલી હત્યાના આરોપીને આજીવન કેદની સજા ફટકારી હતી. જેમાં આરોપી જયદીપ સોલંકી, ઉમર વર્ષ 25ને લીંબડી કોર્ટના જજ મમતાબેન ચૌહાણએ આજીવન કેદની સજા ફટકારી છે. જેમાં સરકારી વકીલ વાય.જે. યાજ્ઞિકની ધારદાર દલીલો અને પુરાવાને આધારે લીંબડી કોર્ટે આજીવન કેદની ફટકારી સજા હતી. રૂ. 5,000નો દંડ ફટકારવાની સજા કરવામાં આવી છે. આરોપી દંડ ન ભરે તો બે મહિનાની વધુ સાદી કેદની સજા કરવામાં આવી છે.