આણંદ સ્થિત ઇરમાની 2021-2023ની બેચનું સો ટકા પ્લેસમેન્ટ થયું, વિદ્યાર્થીઓને સરેરાશ 15.5 લાખનું પેકેજ મળ્યું | Anand-based Irma's 2021-2023 batch had 100 percent placement, students got an average package of 15.5 lakhs | Times Of Ahmedabad

આણંદ37 મિનિટ પહેલા

  • કૉપી લિંક

આણંદ સ્થિત ઇરમા ઇન્સ્ટિટ્યુટ ઓફ રૂરલ મેનેજમેન્ટએ તેની પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઇન મેનેજમેન્ટ (રૂરલ મેનેજમેન્ટ) પીજીડીએમ (આરએમ) પ્રોગ્રામની 42મી આઉટગોઇંડ બે માટેની કેમ્પસ પ્લેસમેન્ટ પ્રક્રિયા હાલમાં જ પુરી કરી હતી. જેમાં 2021-23ની બેચને સો ટકા પ્લેસમેન્ટ મળ્યું છે.

ઇરમા ખાતે યોજાયેલા કેમ્પસ પ્લેસમેન્ટની પ્રક્રિયા દરમિયાન વાર્ષિક 26.5 લાખનું સર્વોચ્ચ પેકેજ આપવામાં આવ્યું હતું. આ બેચમાં રિક્રુટરો દ્વારા આપવામાં આવેલું. જે એકંદર સરેરાશ પેકેજ વાર્ષિક રૂ.15.5 લાખનું હતું. જે વર્ષ 2022ની બેચથી ઘણું વધારે છે. તો મધ્યક સીટીસી વાર્ષિક રૂ.15 લાખ જળવાઇ રહ્યો છે. જેમાં સૌથી ઓછો સીટીસી વાર્ષિક રૂ.8.5 લાખનો હતો. આથી વિશેષ વિદ્યાર્થીઓને ફિલ્પકાર્ટ, ઝેટવર્ક મેન્યુફેક્ચરિંગ, ગોદરેજ એગ્રોવેટ લિમીટેડ, આઈટીસી, પીઆઈ ઇન્ડસ્ટ્રીઝ, પ્રાઇસ વોટર હાઉસ કૂપર્સ અને ટાટા સ્ટીલ જેવા પ્રતિષ્ઠિત સંગઠનો તરફથી 36 પ્રી-પ્લેસમેન્ટ ઓફરો પ્રાપ્ત થઇ હતી. જે સંસ્થાએ હાંસલ કરેલી વધુ એક સિદ્ધિ છે.

પ્લેસમેન્ટની સમગ્ર પ્રક્રિયા ખૂબ જ ફળદાયી સાબિત થઇ હોવાથી ઇરમાના ડિરેક્ટર ડો. ઉમાકાંત દાસે અત્યંત આનંદ અને ગર્વની લાગણી રજુ કરી હતી. ડો. ઉમાકાંત દાસે જણાવ્યું હતું કે, વર્ષ 2021-2023ની પીજીડીએમ (આરએમ) બેચે વૈશ્વિક મહામારીની વચ્ચે તેનું શૈક્ષણિક કાર્ય શરૂ કર્યું હતું અને તે એક સ્થિતિસ્થાપક ગ્રુપ સાબિત થયું છે, સૌ પ્રથમ તો તેમની ઉત્કૃષ્ટ સમર ઇન્ટરશીપ માટે અને હવે આ અદ્દભૂત કેમ્પસ પ્લેસમેન્ટને કારણે ઇરમા બેજોડ શૈક્ષણિક શ્રેષ્ઠતાનો વારસો ધરાવે છે. વર્ષ 2023ની બેચ માટેનું પ્લેસમેન્ટ આ વાતની સાક્ષી પુરે છે. અમે અમારા તમામ પ્રતિષ્ઠિત રિક્રુટીંગ પાર્ટનોર (નવા અને ભરતી માટે ફરીથી આવનારા)નો ખૂબ જ આભાર માનીએ છીએ, કારણ કે તેમણે ઇરમાના વિદ્યાર્થીઓને જેની ખૂબ જ માંગ હોય તેવી ભૂમિકા અને તકો પુરી પાડીને તેમનામાં ફરી એકવાર વિશ્વાસ દાખવ્યો છે. હું વિદ્યાર્થીઓને તેમના ઉત્કૃષ્ટ કાર્યદેખાવ બદલ અભિનંદન પાઠવું છું અને તેમના ભાવ પ્રયાસો માટે શુભાશિષ આપું છું.

બેકીંગ, ફાયનાન્સિયલ, સર્વિસિઝ અને ઇન્શ્યોરન્સ ઇન્ડસ્ટ્રી વર્ષ 2021-2023ની બેચની મુખ્ય રીક્રુટર જળવાઇ રહી છે, કારણ કે કુલ વિદ્યાર્થીઓમાંથી 42 ટકા વિદ્યાર્થીઓને આ ક્ષેત્રમાં પ્લેસમેન્ટ પ્રાપ્ત થયું છે. તો ફાસ્ટ મુવીંગ કન્ઝ્યુમર ગુડ્સ (એફએમસીજી) તતા રીટેઇલ અને ઇ-કોમર્સ ઇરમાની વર્ષ 2021-23ની બેચ માટે અનુક્રમે બીજા અને ત્રીજા પ્રમુખ રીક્રૂટીંગ સેગમેન્ટ તરીકે ઉભરી આવ્યાં છે.

આ વર્ષની પ્લેસમેન્ટ પ્રક્રિયામાં સામેલ થયેલા મુખ્ય રીક્રૂટરોમાં ફિલ્પકાર્ટ, ગુજરાત કો ઓપરેટિવ મિલ્ક માર્કેટીંગ ફેડરેશન લીમીટેડ, એચડીએફસી બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ, સર્વ ગ્રામ ફિનકેર પ્રાઇવેટ લીમીટેડ, એક્સિસ બેંક, રિલાયન્સ રીટેઇલ, વેદાંતા સીએસઆર, યુબી, મોર રીટેઇલ, આઈડીએફસી ફર્સ્ બેંક, મહિન્દ્રા હોમ ફાયનાન્સ, મધર ડેરી, ગ્રાન્ટ થોર્નટન ભારત એલએલપી, આઈટીસી લીમીટેડ, અર્નેસ્ટ એન્ડ યંગ, પીડબલ્યુસી, ડાબર, ડીસીએમ શ્રીરામ, ઇક્વિટાસ સ્મોલ ફાયનાન્સ બેંક, પિક્સુએટ, બેંકર્સ ડઝન, ધી ડિજીટલ ફિફ્થ, ડ્રુલ્સ પેટ ફુડ પ્રાઇવેટ લિમિટેડ, ફારમાર્ટ, ખૈબર એગ્રો, અમૂલ, મેકડોનાલ્ડ્સ, આરબીઆઈ ઇનોવેશન હબ અને રેડસીર સ્ટ્રેટેજી કન્સલ્ટીંગનો સમાવેશ થાય છે.

એસોશિયેટ ડીન (પ્લેસમેન્ટ) પ્રો. આશિષ અગ્રડેએ જણાવ્યું હતું કે, વર્ષ 2021-23ની બેચની પ્લેસમેન્ટની પ્રક્રિયાએ ઇરમા પોતાના વિદ્યાર્થીઓની મહત્વકાંક્ષાઓ અને સંસ્થાના મિશનને સંતુલિત કરવા માટે જે કેટલાક નવા માર્ગોનું અન્વેષણ કરી રહી છે, તેની સૂચક છે. અમારા વિદ્યાર્થીઓ ગ્રામ્ય વિસ્તારમાં વસતાં ક્લાયેન્ટસ માટેના ઉત્પાદનો વિકસાવવા બેંક અને એનબીએફસીમાં જોડાય છે. વિકાસલક્ષી અને જાહેર નીતિઓના વર્ટિકલ્સને પરામર્શ પુરૂ પાડે છે. અમે અમારા વિદ્યાર્થીઓને નોકરી આપનારી ઇન્ડસ્ટ્રીઓમાંથી થતાં પ્રતિનિધિત્વમાં વૈવિધ્યતા આવતી જોઈ છે. ટેકનોલોજી કન્સલ્ટીંગ, કન્ઝયુમર ડ્યુરેબલ્સ, ફુડ પ્રોસેસિંગ જેવા ક્ષેત્રો અમારા વિદ્યાર્થીઓમાં રસ લઇ રહ્યાં હોવાનું જાણવા મળ્યું છે. એટલું જ નહીં, એફએમસીજી, ડેવલપમેન્ટ અને સીએસઆર સેગમેન્ટના અમારા પરત ફરી રહેલા રીક્રૂટરોએ અમારા વિદ્યાર્થીઓમાં તેમનો વિશ્વાસ જાળવી રાખ્યો છે.

વર્ષ 2021-23ની બેચના વિદ્યાર્થીઓને આપવામાં આવી રહેલી મહત્વની ભૂમિકાઓ અને પ્રોફાઇલમાં મેનેજમેન્ટની ટ્રેની, પ્રોજેક્ટ મેનેજમેન્ટ યુનિટ હેડ, કન્સલ્ટન્ટ, ડેપ્યુટી મેનેજર, સીનીયર સેલ્સ એક્ઝિક્યુટિવ અને ક્રેડિટ એનાલીસ્ટનો સમાવેશ થાય છે. આ વર્ષે સીટીસીમાં જે વધારો થયો છે, તે આ બેચના ટોચના 25 પર્સેન્ટાઇલમાં રહેલા વિદ્યાર્થીઓ માટે સર્વોચ્ચ છે, જે સૂચવે છે કે, આ બેચના ઘણા મોટા હિસ્સાને પ્રાપ્ત થતાં પેકેજમાં તંદુરસ્ત વૃદ્ધિ નોંધાઈ છે.

અન્ય સમાચારો પણ છે…
Previous Post Next Post