Monday, April 3, 2023

વર્ષ 2023-24નું શૈક્ષણિક વર્ષ શરૂ,1 મહિના બાદ વેકેશન મળશે. | The academic year of the year 2023-24 will start, vacation will be available after 1 month. | Times Of Ahmedabad

અમદાવાદ40 મિનિટ પહેલા

  • કૉપી લિંક

CBSE બોર્ડની સ્કૂલોમા મીની વેકેશન પૂર્ણ થતાં ફરીથી સ્કૂલોમાં શૈક્ષણિક વર્ષ 2023-24નું સત્ર શરૂ થયું છે.આજથી સ્કૂલો શરૂ થઈ છે.ધોરણ 1 થી 12ના તમામ વર્ગ શરૂ કરવામાં આવ્યા છે.જોકે 1 મહિના બાદ ફરીથી CBSE ની સ્કૂલમાં ઉનાળા વેકેશન શરૂ થશે.CBSE બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષા પણ 31 માર્ચે જ પુરી થઈ છે.

CBSE બોર્ડની સ્કૂલમાં ધોરણ 10 અને 12ની પરીક્ષા 14 ફેબ્રુઆરીએ શરૂ થઈ હતી.દોઢ મહિના સુધી એટલે 31 માર્ચ સુધી પરીક્ષા ચાલી હતી.21 માર્ચે ધોરણ 10નીપરીક્ષા પુરી થઈ છે જ્યારે ધોરણ 12ની પરીક્ષા 31 માર્ચે પુરી થઈ છે.પરીક્ષા પૂર્ણ થતાં બીજા દિવસથી કેટલીક સ્કૂલ શરૂ થઈ હતી જ્યારે આજથી તમામ CBSE ની સ્કૂલ શરૂ થઈ છે જે 1 મે સુધી ચાલશે ત્યારબાદ CBSE ની સ્કૂલમાં પણ વેકેશન આપવામાં આવશે.

CBSE બોર્ડની સ્કૂલોમાં માર્ચ મહિનાની શરૂઆતમાં સ્કૂલની પરીક્ષા પણ પૂર્ણ થઈ હતી.ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા ચાલુ હતી જેથી અન્ય વર્ગના વિદ્યાર્થીઓને વેકેશન આપવામાં આવ્યું હતું.31 માર્ચ સુધી CBSE ની સ્કૂલમાં વેકેશન હતું જે આજે પૂર્ણ થતાં ફરીથી સ્કૂલ શરૂ થઈ છે.1 મે સુધી સ્કૂલ ચાલશે ત્યારવાડ CBSE ની સ્કૂલમાં ગુજરાત બોર્ડની સ્કૂલની જેમ વેકેશન રહેશે.7 જૂન સુધી CBSE ની સ્કૂલોમાં વેકેશન રહેશે ત્યારબાદ ફરીથી CBSE ની સ્કૂલ શરૂ થશે.

અન્ય સમાચારો પણ છે…

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.