વડોદરા2 કલાક પહેલા
- કૉપી લિંક
નેશનલ સુપરક્રોસ ચેમ્પિયનશિપ 2023નો બીજો રાઉન્ડ આજે વડોદરાના નવલખી મેદાન ખાતે યોજાયો હતો. દેશભરમાંથી આવેલા બાઈક રાઇડરોએ કરેલા દિલધડક સ્ટંટ્સ પર પ્રેક્ષકો આફરીન થઇ ગયા હતા. વડોદરા પછી આગળના 6 રાઉન્ડ નેશનલ ચેમ્પિયનશિપને પૂર્ણ કરવા માટે નાસિક, બેંગ્લોર, ગુવાહાટી અને શિલોંગ જશે. આ સૌથી મોટી ઓફ-રોડ 2 વ્હીલર નેશનલ રેસિંગ ચેમ્પિયનશિપ છે.
દેશના 100થી વધુ રેસરોએ ભાગ લીધો
સુપરક્રોસ એ એક મોટર સાઇકલિંગ સ્પોર્ટ છે. જેમાં કૃત્રિમ રીતે બનાવેલા ડર્ટ ટ્રેક પર ઓફ-રોડ મોટરસાઇકલ રેસિંગનો સમાવેશ થાય છે. જેમાં સ્ટીપ જંપ અને અવરોધોનો સમાવેશ થાય છે. MRF મોગ્રીપ, એફએમસીઆઇ નેશનલ સુપરક્રોસ ચેમ્પિયનશિપની 22મી આવૃત્તિમાં સમગ્ર ભારતમાંથી 8 કેટેગરીમાં 120 રેસરોએ ભાગ લીધો હતો.
હવામાં બાઇક ઉડાવી.
દર્શકો માટે એક વિઝ્યુઅલ ટ્રીટ
આ રેસમાં ટેકનિકલી માંગણી કરતો ટ્રેક લગભગ 750 મીટર લંબાઇનો છે, જેમાં 11 ડબલ જમ્પ, 2 ટેબલટોપ્સ, હૂપ્સનો એક ભાગ અને પુષ્કળ બર્મ્સનો સમાવેશ થાય છે. ગોડસ્પિડ અને ટીમે આ વખતે એક ખૂબ જ ઝડપી ટ્રેક તૈયાર કર્યો છે. જે ટ્રેક પર રાઇડર્સ વચ્ચે ભારે રસાકસીની ખાત્રી આપે છે અને તે દર્શકો માટે એક વિઝ્યુઅલ ટ્રીટ પણ બનાવે છે.
નવલખી મેદાનમાં આયોજન
રેસિંગ ટીમના રાઇડર્સ વચ્ચે અદભૂત સ્ટંટ
ચેમ્પિયનશિપમાં રસાકસી ભરી રાઇડર્સ વચ્ચે જે જંગ જોવાની છે તે પ્રતિષ્ઠિત એક-1 ફોરેન ઓપન ક્લાસમાં હશે. જ્યાં તમે દેશના ટોચના રાઈડર્સને ટોચના સન્માન માટે દિલધડક રાઇડ કરતા જોઈ લોકો આફરીન થઇ ગયા હતા. જ્યારે પેટ્રોનાસ ટી.વી.એસ. રેસિંગ ટીમના રાઇડર્સ વચ્ચે કેટલીક અદ્ભુત એકશન કરતા જોવા મળ્યા હતા.
8થી 16 વર્ષના બાળકોની રેસનું ભારે આકર્ષણ
એક નવો પ્રવેશ કરનાર HERO રેસિંગ ટીમ છે. જેમની પાસે કેટલાક ટોચના નામો સાથે તેમના રાઇડર્સ મશીનો છે, જેથી TVS ટીમ અને ખાનગી કંપનીઓને નિષ્ણાતોની કેટેગરીમાં ટક્કર આપી હતી. જુનિયર્સ એસએક્સ 1 અને એસએક્સ 2એ 8થી 16 વર્ષની વયના બાળકોની રેસ ભારે આકર્ષણનું કેન્દ્ર બની હતી.
બીએઆર દ્વારા આયોજન
ગોડસ્પીડ રેસિંગ પૂણેની આગેવાની હેઠળ 7 વખતના નેશનલ ચેમ્પિયન શ્યામ કોઠારી છેલ્લા બે દાયકાથી આ ચેમ્પિયનશિપના આયોજનના અધિકારો ધરાવે છે. વડોદરામાં આ કાર્યક્રમનું આયોજન બરોડા ઓટોમોટિવ રેસિંગના સહયોગથી કરવામાં આવ્યું છે. જેની અધ્યક્ષતા સુનિલ નિગમ કરી રહ્યા છે.