મંત્રી મુળુભાઈ બેરાની અધ્યક્ષતામાં જામનગર કલેક્ટર કચેરી ખાતે સુજલામ સુફલામ જળઅભિયાન-2023 અંતર્ગત સમીક્ષા બેઠક યોજાઇ | A review meeting under Sujlam Suflam Jalabhiyan-2023 was held at Jamnagar Collector's Office under the chairmanship of Minister Mulubhai Bera. | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • A Review Meeting Under Sujlam Suflam Jalabhiyan 2023 Was Held At Jamnagar Collector’s Office Under The Chairmanship Of Minister Mulubhai Bera.

જામનગર27 મિનિટ પહેલા

  • કૉપી લિંક

જામનગર જિલ્લા કલેકટર કચેરી ખાતે પ્રવાસન, સાંસ્કૃતિક વારસો, વન અને પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ વિભાગના મંત્રી અને જામનગર જિલ્લાના પ્રભારી મંત્રી મુળુભાઈ બેરાની અધ્યક્ષતામાં સુજલામ સુફલામ જળઅભિયાન-2023 અંતર્ગત સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં મંત્રીએ કલેકટર ડૉ. સૌરભ પારઘી, જિલ્લા વિકાસ અધિકારી ડો. મિહિર પટેલ તેમજ અન્ય વિભાગના પદાધિકારીઓ અને અધિકારીઓ સાથે સુજલામ સુફલામ જળઅભિયાનના વિભાગવાર કામો અંગે સમીક્ષા કરી હતી.

આ બેઠકમાં મંત્રીએ જામનગર જિલ્લામાં સુજલામ સુફલામ જળઅભિયાન અંતર્ગત મનરેગાની કામગીરી, ડીપાર્ટમેન્ટલ કામગીરી, વન વિભાગ, કયા કામો પ્રગતિ હેઠળ છે તેમજ પૂર્ણ થયેલા કામો અંગે માહિતી મેળવીને જામનગર જિલ્લામાં જળસંચયના કામોને અગ્રિમતા આ૫વામાં આવે તે બાબતે ચર્ચા વિચારણા કરી હતી. ચોમાસા દરમ્‍યાન વરસાદના પાણીનો મહત્તમ સંગ્રહ કરી ભૂગર્ભ જળ ઘ્‍વારા વઘુમાં વઘુ રીચાર્જ થાય અને પાણીના જળ ઉંચા આવે તે પ્રકારની જળસંચયની કામગીરી માટે પગલાં લેવા માટે મંત્રીએ માર્ગદર્શન આપ્યું હતું. તેમજ જામનગર શહેરમાં વરસાદી પાણીનો કયા પ્રકારે સંગ્રહ કરવો જેથી કરીને પાણીનો વયે ન થાય તે બાબતે મેયર બીનાબેન કોઠારી સાથે ચર્ચા વિચારણા કરી હતી. આ બેઠકમાં મેયર બીનાબેન કોઠારી, જિલ્લા પંચાયતના પ્રમુખ ધમરશીભાઈ ચનિયારા, ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા, અધિક નિવાસી કલેકટર બી. એન. ખેર તેમજ વિવિધ વિભાગના પદાધિકારીઓ અને અધિકારીઓ હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે…
أحدث أقدم