Monday, April 10, 2023

ધામદોડ ગામમાં જમીનમાં અંડરગ્રાઉન્ડ ટેન્કમાં દારૂ છૂપાવ્યો, પોલીસે 21 લાખનો મુ્દ્દામાલ કબ્જે કરી 9ને વોન્ટેડ જાહેર | Liquor was hidden in an underground tank in Dhamdod village, police seized 21 lakh worth and declared 9 wanted | Times Of Ahmedabad

સુરત12 મિનિટ પહેલા

  • કૉપી લિંક
કોસંબા પોલીસે જમીનમાં સંતાડેલો દારૂનો જથ્થો ઝડપી પાડયો - Divya Bhaskar

કોસંબા પોલીસે જમીનમાં સંતાડેલો દારૂનો જથ્થો ઝડપી પાડયો

સુરત જિલ્લાના ધામદોડ ગામની સીમમાં આવેલા ભગવતી ડેરી ફાર્મની પાછળ અવાવરું જગ્યામાં અંડર ગ્રાઉન્ડ ટેંક માં છુપાવેલો દારૂનો જથ્થો પોલીસે ઝડપી પાડ્યો હતો. પોલીસે દારૂ અને કાર મળી કુલ 20.88 લાખની મત્તા કબ્જે કરી હતી. તેમજ આ ઘટનામાં પોલીસે દારૂનો જથ્થો મંગાવનાર એક અને દારૂનો જથ્થો લેનાર 8 લોકોને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

કોસંબા પોલીસ દારૂ પકડવા રેડ પાડી

ગુજરાતમાં દારૂબંધી છે અને દારૂબંધીને લઈને કડક કાયદો પણ અમલમાં છે તેમ છતાં બુટલેગરો દ્વારા દારૂ ઘુસાડવા માટે અવનવા કીમિયા અજમાવવામાં આવી રહ્યા છે. ત્યારે કોસંબા પોલીસે આવાજ એક બુટલેગરની મનસૂબાનો પર્દાફાશ કર્યો હતો. કોસંબા પોલીસને માહિતી મળી હતી કે અમદાવાદથી સુરત જતા રોડની ડાબી સાઈડે આવેલી ભગવતી દેરી ફાર્મની બાજુમાં આવેલી ખુલ્લી બાવળો વાળી જગ્યામાં કીમ ગામના રહેવાસી દિવ્યેશ ભાઈ હરેશભાઈ કાલસરિયાએ મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો ઉતાર્યો છે. અને એક્સયુવી ગાડીમાં દારૂનો જથ્થો ભરી વાહતુક કરનાર છે. અને આ દારૂનો જથ્થો ભરૂચ જિલ્લાના બુટલેગરોને આપવાનો છે. માહિતીના આધાર પોલીસે અલગ અલગ ટીમ બનાવી અહી દરોડો પાડ્યો હતો.

પોલીસ થી બચવા બુટલેગરની અદભુત કરામત

પોલીસે અહી દરોડો પાડ્યો ત્યારે પોલીસ થી બચવા બુટલેગર દ્વારા અદભુત કરામત કરવામાં આવી હતી. પોલીસ ને મળેલી માહિતી ની જગ્યાએ તપાસ કરી હતી અને દારૂનો જથ્થો ન મળી આવતા તેને જુદી જુદી ટીમો દ્વારા શોધખોળ શરૂ કરી હતી. દરમિયાન દારૂના જથ્થાને પોલીસથી બચાવવા માટે બુટલેગર દ્વારા જમીનમાં સંતાડી દેવામાં આવ્યો હતો. પોલીસે ખેતરમાં જમીન ખોદીને દારૂના સંતાડવા માં આવેલ અંડર ગ્રાઉન્ડ ટેન્કને શોધી કાઢી હતી. દરમિયાન પોલીસને લાખોનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.

પોલીસે લાખોનો મુદ્દામાલ કબ્જે કર્યો

પોલીસે અહી દરોડો પાડી ઘટના સ્થળેથી 5 લાખની કિમતની એક્સયુવી ગાડી તેમજ 15.88લાખની કિમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો.પોલીસે દારૂ અને કાર મળી કુલ 20.88 લાખની મત્તા કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસે 9 લોકોને વોન્ટેડ જાહેર કર્યા

આ ઘટનામાં પોલીસે દારૂનો જથ્થો મંગાવનાર દિવ્યેશ ભાઈ હરેશભાઈ કાલરિયા તેમજ દારૂનો જથ્થો લેનાર ભરૂચ જિલ્લાના કિશન મનાભાઇ વસાવા, રોહિત મનાભાઈ વસાવા, ધ્રુવ કુમાર નીલેશભાઈ પટેલ, હરેશભાઈ પ્રભુભાઈ વસાવા, વિજયભાઈ દલપતભાઈ વસાવા, કિશન અશોકભાઈ ચુડાસમા, ચંદ્રેશ ઉર્ફે ચંદ્રો કરસનભાઈ વસાવા મળી કુલ 9 આરોપીને વોન્ટેડ જાહેર કર્યા છે. આ મામલે કોસંબા પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે અને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે…

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.