અમરેલી11 મિનિટ પહેલા
- કૉપી લિંક

અમરેલી જિલ્લામાં IPL મેચ પર સટ્ટો રમવાની પ્રવૃતિ વધી રહી હોય પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવી રહ્યા છે. સાવરકુંડલા સહિત અનેક વિસ્તારમાં સટ્ટો રમાઈ રહ્યો હોય અમરેલી પોલીસ રેડ કરી રહી છે. ત્યારે અમરેલી એલ.સી.બી. ટીમએ બાતમીના આધારે બગસરા વિસ્તારમાં રેડ કરતા આઇ.પી.એલ.2023ની પંજાબ કિંગ્સ અને રોયલ ચેલેન્જ બેંગલોર વચ્ચેની લાઇવ ક્રિકેટ મેચ ઉપર પોતાના ટેબલેટ ફોનમાં CRICKBUZZ એપ્લીકેશન મારફતે ક્રિકેટ મેચનો સ્કોર જાણી કાગળમાં પોતાના નામ સામે આંકડાઓ લખી પૈસા વડે ‘ક્રિકેટનો સટ્ટો’” રમી/રમાડતા બે ઇસમોને જાહેરમાંથી પકડી પાડી આરોપીઓ વિરૂધ્ધ જુગાર ધારા મુજબ ધોરણસર કાર્યવાહી હાથ ધરી છે.
ઝડપાયેલા આરોપીઓના નામ
(1) કૃષ્ણકાંત શિવલાલભાઇ ઠુમ્મર ઉ.વ.37, રહે.બગસરા, ગોકુળપરા, તા.બગસરા, જિ.અમરેલી.
(2) હાર્દિક સતીષભાઇ દોશી, ઉ.વ.30, રહે.બગસરા જુના બસ સ્ટેન્ડ પાસે તા.બગસરા, જિ.અમરેલી.
આરોપી સાથે મુદામાલ બગસરા પોલીસ સ્ટેશનમાં સોંપ્યો
રોકડા રૂ.11,400/- તથા ટેબલેટ ફોન ફોન – 1 કિ.રૂ.10,000/- તથા ક્રિકેટ ટીમના નામો/આંકડાઓ લખેલ ચિઠ્ઠી – 1 કિ.રૂ.00/- મળી કુલ કિં.રૂ.21,400/- નો મુદ્દામાલ. આ કામગીરી કરવામાં અમરેલી એલસીબીને સફળતા મળી છે.