Monday, April 10, 2023

ગુજરાતમાં કોરોનાના નવા 218 કેસ, હાલ સાત દર્દીઓ વેન્ટિલેટર પર; અમદાવાદમાં આજે વધુ એક દર્દીનું મોત | 218 new cases of corona in Gujarat, currently seven patients on ventilator; Another patient died in Ahmedabad today | Times Of Ahmedabad

અમદાવાદ5 કલાક પહેલા

  • કૉપી લિંક

રાજ્યમાં ફરી એકવાર કોરોના કેસમાં સામે આવી રહ્યા છે. તો બીજી તરફ કોરોનાનાં લક્ષણ ધરાવતા ફ્લૂએ માથું ઊંચક્યું છે. રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી શરદી, ખાંસી, તાવના કેસો પણ જોવા મળી રહ્યા છે. ત્યારે રાજ્યમાં કોરોનાના કેસમાં ફરી એકવાર દિવસેને દિવસે વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 218 કેસ નોંધાયા છે. જેની સામે 260 દર્દીઓ સાજા થયા છે અને હાલ સાત દર્દીઓ વેન્ટિલેટર ઉપર છે. જોકે, આ સાથે રાજ્યમાં કોરોનાથી આજે વધુ એક દર્દીનું મોત થયું છે. જેમાં અમદાવાદમાં એક દર્દીનું મોત થયું છે.

રાજ્યમાં કોરોનાના કુલ 2013 એક્ટિવ કેસ
કોરોનાના કુલ દર્દીઓની વાત કરીએ તો રાજ્યમાં કુલ 2013 એક્ટિવ કેસ છે. જેમાંથી સાત દર્દીઓ વેન્ટીલેટર પર છે. જ્યારે 2006 દર્દીઓ હાલ સ્ટેબલ છે. ત્યારે કોરોનાની શરૂઆતથી અત્યાર સુધીમાં 12,71,840 લોકોને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. તો બીજી તરફ અત્યાર સુધીમાં કોરોનાથી કુલ 11061 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

અમદાવાદમાં કોરોનાના સૌથી વધુ 100 કેસ
કોરોના કેસને લઇ જિલ્લા અને કોર્પોરેશનની વાત કરીએ તો અમદાવાદમાં સૌથી વધુ 100 કેસ નોંધાયા છે. 112 દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ત્યારબાદ વડોદરામાં 29 કેસ નોંધાયા છે. સુરત કોર્પોરેશનમાં નવા 25 કેસ સામે આવ્યા છે. પાટણમાં 11 નવા કેસ નોંધાયા છે. રાજકોટમાં 8 કેસ સામે આવ્યા છે. મહેસાણામાં 9 કેસ નોંધાયા છે. ગાંધીનગરમાં 7 કેસ સામે આવ્યા છે. મોરબીમાં નવા 7 કેસ નોંધાયા છે. વલસાડમાં 6 કેસ સામે આવ્યા છે. ભરૂચમાં 3 કેસ નોંધાયા છે. ગીર સોમનાથમાં 2 કેસ સામે આવ્યા છે. કચ્છમાં પણ 2 કેસ નોંધાયા છે. પંચમહાલ 2 કેસ અને સાબરકાંઠામાં પણ 2 કેસ સામે આવ્યા છે. આ ઉપરાંત આણંદ 1 કેસ, અરવલ્લીમાં 1 કેસ, જામનગરમાં 1 કેસ, ખેડામાં 1 કેસ અને સુરેન્દ્રનગરમાં 1 કેસ સામે આવ્યો છે.

એપ્રિલ મહિનામાં કોરોનાથી છના મોત
04 એપ્રિલના અમદાવાદના બોપલમાં રહેતા 71 વર્ષીય વૃદ્ધનું મોત થયું છે. જેમને હાઇપર ટેન્શનની બીમારી હતી. ત્યારબાદ 06 એપ્રિલના ગોમતીપુરના 59 વર્ષીય યુવકનું મોત થયું હતું. ત્યારે 08 એપ્રિલના એક જ દિવસમાં ત્રણ દર્દીના મોત થયા છે. જેમાં અમદાવાદમાં એક દર્દીનું મોત થયું છે. રાજકોટમાં પણ 1 દર્દીનું મોત થયું છે. આ ઉપરાંત ભાવનગરમાં પણ 1 દર્દીનું મોત થયું છે. તો આજે ફરી અમદાવાદમાં કોરોનાથી એક દર્દીનું મોત થયું છે.

માર્ચ મહિનામાં કોરોનાથી નવ લોકોના મોત
કોરોનાથી રાજ્યમાં દર્દીના મોતની વાત કરીએ તો, રાજ્યમાં 10 માર્ચના સુરતમાં એક દર્દીના મોત થયું હતું. ત્યારબાદ 21 માર્ચે ભરૂચના ઝઘડિયામાં 81 વર્ષીય વૃદ્ધનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. ત્યારબાદ 22 માર્ચે મહેસાણામાં ત્રણ વર્ષના બાળકનું મોત થયું હતું. જેના બીજા દિવસે એટલે કે 23 માર્ચે અમદાવાદમાં 13 વર્ષની બાળકીનું મોત થયું હતું. ત્યાર પછી 25 માર્ચે રાજ્યમાં કોરોનાથી બે દર્દીના મોત થયા હતા. જેમાં અમદાવાદમાં 72 વર્ષયી વૃદ્ધનું મોત નિપજ્યું હતું. જ્યારે કચ્છમાં 9 માસની બાળકીનું મોત થયું હતું. 26 માર્ચે વલસાડના નાનાપોંઢાની 60 વર્ષીય મહિલાનું કોરોનાની સારવાર દરમિયાન મોત થયું હતું. 30 માર્ચે કચ્છમાં એક દર્દીનું મોત થયું હતું. 31 માર્ચે સુરતમાં એક દર્દીનું મોત થયું હતું.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: