ગાંધીનગર જિલ્લામાં વધુ 22 કેસ નોંધાયા, 10 દર્દીઓએ કોરોનાથી મુક્તિ મેળવી | 22 more cases were reported in Gandhinagar district, 10 patients recovered from Corona | Times Of Ahmedabad

ગાંધીનગર30 મિનિટ પહેલા

  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર - Divya Bhaskar

પ્રતીકાત્મક તસવીર

ગાંધીનગર જિલ્લામાં કોરોના કેસમાં ઉત્તરોત્તર વધારો નોંધાઈ રહ્યો છે. આજે શહેરી વિસ્તારમાં 6 તેમજ ગ્રામ્ય વિસ્તારમાં 16 એમ કુલ 22 કોરોના દર્દીઓ સરકારી ચોપડે નોંધાયા છે જ્યારે શહેરી વિસ્તારમાંથી 10 દર્દીઓએ કોરોનાથી મુક્તિ મેળવી લીધી છે. તો વધતા જતા કોરોનાના કેસના પગલે આગામી 10 અને 11 એપ્રિલના રોજ મોકડ્રીલ પણ યોજવામાં આવનાર છે.

છેલ્લા ઘણા વખતથી કોરોનાના કેસ વધી રહ્યા છે. ગાંધીનગર શહેરી વિસ્તારમાં કોરોનાના કેસ વધુ મળી રહ્યા છે. ત્યારે પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવેલા વ્યક્તિઓમાં કોરોનાનો ચેપ લાગવાના કિસ્સાઓ પણ વધ્યા છે. બીજી તરફ વધતા જતાં કોરોના સંક્રમણનાં પગલે આરોગ્ય મંત્રીએ પણ નાગરિકોએ સાવચેતી રાખવાની અપીલ કરાઈ છે. ત્યારે આજે શહેરી વિસ્તારમાં વધુ છ કોરોના દર્દીઓ મળી આવ્યા છે.

જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં 16 કોરોના પોઝિટિવ કેસ સરકારી ચોપડે નોંધાયા છે. શહેરી વિસ્તારની વાત કરીએ તો આજે સેકટર – 3/એ નો 33 વર્ષીય યુવાન, સરગાસણમાં 66 વર્ષીય વૃદ્ધ તેમજ 25 વર્ષીય યુવાન, સેકટર – 4 નો 34 વર્ષીય યુવાન, કુડાસણની 59 વર્ષીય વૃદ્ધા તેમજ રાંધેજાની 24 વર્ષીય યુવતી કોરોના પોજીટીવ હોવાની પુષ્ટિ થઈ છે. જ્યારે આજે શહેરી વિસ્તારમાં 10 દર્દીઓએ કોરોનાથી મુક્તિ મેળવી લેવામાં સફળ થયા છે.

એજ રીતે ગ્રામ્ય વિસ્તારમાં આજે એકસાથે 16 લોકોને કોરોનાનો ચેપ લાગ્યો હોવાનું રીપોર્ટમાં પ્રકાશમાં આવ્યું છે. આ તમામ દર્દીઓને હોમ આઇસોલેશનમાં સારવાર આપવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે, ગઈકાલે ગુરૃવારે પણ શહેરી વિસ્તારમાં છ અને ગ્રામ્યમાંથી ત્રણ કેસ મળીને કુલ નવ કોરોના કેસ સામે આવ્યા હતા.ગાંધીનગરમાં ફરીવાર કોરોનાના કેસોએ માથું ઉંચક્યું છે. છેલ્લા એકાદ મહિનાથી કેસોમાં વધારો નોંધાયો છે.10 અને 11 એપ્રિલે મોકડ્રીલ યોજાશે. રાજ્યમાં કોરોનાની સતર્કતાને લઈને વિશેષ ડ્રાઈવ યોજવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે…
Previous Post Next Post