22, 23 એપ્રિલે ગુજરાત-તમિલનાડુના ખેલાડીઓ વચ્ચે ભાવનગર ખાતે સ્પર્ધા યોજાશે; 38 ઇવેન્ટમાં ખેલાડીઓ વચ્ચે ટક્કર થશે | A competition between Gujarat-Tamil Nadu players will be held at Bhavnagar on April 22, 23; Players will compete in 38 events | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Dwarka
  • A Competition Between Gujarat Tamil Nadu Players Will Be Held At Bhavnagar On April 22, 23; Players Will Compete In 38 Events

દ્વારકા ખંભાળિયા19 મિનિટ પહેલા

  • કૉપી લિંક

ગુજરાત અને તમિલનાડુ રાજ્ય વચ્ચેના ઐતિહાસિક સંબંધને ભવ્ય રીતે ઉજાગર કરવા અને બન્ને રાજ્યો વચ્ચે એક સમન્વય સ્થાપિત કરવા માટે, ગુજરાતમાં સૌરાષ્ટ્ર-તમિલ સંગમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જે તા. 17થી 30 એપ્રિલ દરમિયાન યોજાશે. એક ભારત, શ્રેષ્ઠ ભારતની ભાવનાને સાકાર કરવા માટે આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ ભારત સરકાર દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પાંચ હજારથી વધુ મહેમાનો ગુજરાત આવવાના છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ આ કાર્યક્રમને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.

આ પ્રસંગે આ ગુજરાત અને તમિલનાડુના ખેલાડીઓ વચ્ચે ચેલેન્જર્સ ટ્રોફીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પાંચ અલગ અલગ રમતમાં ખેલાડીઓ સામેલ થશે. ભાવનગરના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં 22 અને 23 એપ્રિલના રોજ આ સ્પર્ધાઓ યોજાશે. તેમાં ટેબલ ટેનિસ, ટેનિસ, કબડ્ડી, વોલીબોલ અને સ્વિમિંગમાં ખેલાડીઓ ભાગ લેશે. વિજેતા ખેલાડીઓને મેડલ અને સર્ટીફિકેટ આપવામાં આવશે તેમજ ઓવર ઓલ વિજેતા રાજ્યને ટ્રોફી એનાયત કરવામાં આવશે. આ સ્પર્ધામાં તમિલનાડુ અને ગુજરાતના સીનિયર કેટેગરીના ખેલાડીઓ સામેલ થશે.

તેમાં ટેબલ ટેનિસ અને ટેનિસમાં મેન્સ સિંગલ્સ, વિમેન્સ સિંગલ્સ અને મિક્સ ડબલ્સ ઇવેન્ટ યોજાશે. સ્વિમિંગમાં ફ્રી સ્ટાઇલ 100 અને 200 મીટર, બેકસ્ટ્રોક 100-200 મીટર, બ્રેસ્ટસ્ટ્રોક 100-200 મીટર, બટરફ્લાય 100-200 મીટર, ફ્રી સ્ટાઇલ રીલે 4X50 અને 4X100મી., મીડલે રીલે 4X50 મી., મિક્સ્ડ ફ્રી સ્ટાઇલ રીલે 4X50મી. અને મિક્સ્ડ મીડલે રીલે 4X50 મીની ઇવેન્ટ આયોજિત કરવામાં આવી છે. આ પાંચ રમતોમાં પુરુષ અને મહિલા કેટેગરીમાં કુલ 38 ઇવેન્ટ આયોજિત કરવામાં આવી છે. આ સ્પર્ધામાં ગુજરાતના 108 તેમજ તમિલનાડુના 108 ખેલાડીઓ સહિત કુલ 216 ખેલાડીઓ ભાગ લેશે.

અન્ય સમાચારો પણ છે…
Previous Post Next Post