Sunday, April 9, 2023

ઉમરગામના પળગામ પાસે એક કારમાંથી 220 કિલો અખાદ્ય ગોળ અને 28 કિલો નવસારી ઝડપાઈ | 220 kg of inedible jaggery and 28 kg of Navsari were seized from a car near Palgam in Umargam. | Times Of Ahmedabad

વલસાડ2 કલાક પહેલા

  • કૉપી લિંક

વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના પળ ગામ ખાતે એક કારમાંથી અખાદ્ય ગોળ અને નવસારનો જથ્થો બાતમીના આધારે ઝડપી પાડ્યો હતો. કારમાંથી 220 કિલો અખાદ્ય ગોળ અને 28 કિલો નવસારનો જથ્થા સાથે કાર ચાલકને ઝડપી પાડ્યો હતો. ઉમરગામ પોલીસ મથકે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

વલસાડ જિલ્લાના ઉમરગામ પોલીસની ટીમ પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી, જે દરમિયાન મળેલી બાતમીના આધારે એક કાર નં.MH-48-F-2731 નો ચાલક યોગેશ માછી કારમાં 11 પુંઠાના બોક્સમાં દારૂ બનાવવાનો 220 કિલો ગોળ તથા 28 કિલો નવસાર ભરીને ઉમરગામ પિન્ક પોઇન્ટ થી પળગામ તરફ જવાનો હોવાની બાતમી મળી હતી. મળેલી બાતમીના આધારે ઉમરગામ પોલીસની ટીમ પળગામ પિંક પોઇન્ટ ત્રણ રસ્તા આગળ વાતમી વાળી કારની વોચ ગોઠવી ઉભી હતી. જે દરમિયાન બાતમી વાળી કાર આવતા કારને અટકાવી ચેક કરતા, કારની ડીકીના ભાગે 11 પુઠા ના બોક્સમાં અખાદ્ય ગોળનો જથ્થો તથા એક મીણીયા થેલામાં સફેદ પાવડર, નવસારનો જથ્થો ઉમરગામ પોલીસે ઝડપી પાડ્યો હતો. પોલીસે અખાદ્ય ગોળનો જથ્થો નવસાર તથા મોબાઇલ મળી કુલ 60,405નો મુદ્દામાલ કબજે લઈ, કાર ચાલક યોગેશ જયદેવ માછીની અટકાયત કરી, ઉમરગામ પોલીસ મથકે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: