Thursday, April 13, 2023

ખેરાડીના 23 વર્ષીય યુવકના મૃત્યુ બાદ પરિવારે બંને આંખો દાન કરી | After the death of a 23-year-old youth from Kheradi, the family donated both eyes | Times Of Ahmedabad

ખેરાડી18 મિનિટ પહેલા

  • કૉપી લિંક

ગામના 23 વર્ષીય યુવકનું કુદરતી મોત નીપજતાં પરિવારે બંને આંખોનું ચક્ષુદાન કર્યું કહેવાય છે. પરિવાર દ્વારા પોતાના દીકરાના મૃત્યુ બાદ દીકરાની બંને આંખોનું દાન કરી પરિવારે એક ભગીરથી કામ કર્યું હતું. અરવલ્લી જિલ્લામાં ભિલોડા તાલુકાના ખેરાડી ગામના 23 વર્ષીય રાકેશભાઈનું કુદરતી મોત થયા બાદ પરિવારે દીકરાની બંને આંખોનું કર્યું દાન કરી એક ભગીરથી કામ કર્યું હતું.

એક બાજુ પરિવારમાં 23 વર્ષીય યુવકનું મોત નીપજતા પરિવાર દુઃખમાં ડૂબેલું છે તો બીજી બાજુ ભગીરથી કાર્ય કર્યું છે જેમાં યુવકને સારવાર માટે પરિવાર હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખાતે લઇ ગયા હતા અને ત્યાં અવસાન થયું હતું. જ્યાં જિલ્લા અંધત્વ નિયત્રંણ સોસાયટી જી. એમ. ઈ.આર. એસ જનરલ હોસ્પિટલ આંખોના વિભાગમાં પરિવારને સમજાવ્યા બાદ પરિવાર સહમત થતા આખરે દવાખાન ખાતે મૃતક યુવકના બન્યે આંખનું ચક્ષુદાન કરાયું હતું. જનરલ હોસ્પિટલ આંખોના વિભાગે ચક્ષુદાન સ્વીકાર્યું હતું.

અન્ય સમાચારો પણ છે…

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.