વડાપ્રધાનની ડિગ્રી માગવા મુદ્દે વિવાદ થયો હતો, ગુજરાત યુનિવર્સિટીએ માનહાનિની ફરિયાદ કરી હતી, હવે 23 મેએ હાજર થવા સમન્સ | Ahmedabad Metro Court summons Arvind Kejriwal after defamation complaint by Gujarat University | Times Of Ahmedabad

અમદાવાદ7 મિનિટ પહેલા

  • કૉપી લિંક

કોંગ્રેસના નેતા, પૂર્વ સાંસદ રાહુલ ગાંધી સામે સુરતની કોર્ટમાં માનહાનિનો કેસ દાખલ થયો હતો. હવે આમ આદમી પાર્ટીના નેતા, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સામે ગુજરાત યુનિવર્સિટીએ માનહાનિનો દાવો દાખલ કરતાં અમદાવાદ કોર્ટે 23મેએ કેજરીવાલને તેડું મોકલ્યું છે. ગુજરાતમાં બે રાષ્ટ્રીય નેતાઓ સામે માનહાનિના કેસ થયાના બનાવો ચર્ચાના એરણે ચડ્યા છે.

ગુજરાત હાઈકોર્ટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રીના મુદ્દાના કેસ પર 31 માર્ચે ચુકાદો આપતા પૂર્ણ વિરામ મૂક્યું હતું અને ફરિયાદીને ડિગ્રી ન બતાવવા જણાવ્યું હતું. ત્યારબાદ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે 1 એપ્રિલના રોજ પ્રેસ કોન્ફરન્સ કરીને વડાપ્રધાનની ડિગ્રી પર અયોગ્ય શબ્દો ઉચ્ચાર્યા હતા. તે બાબત ટ્વિટર હેન્ડલ પર પણ મુકવામાં આવી હતી. બીજા દિવસે 2 એપ્રિલના રોજ સંજય સિંઘે પણ વડાપ્રધાનની ડિગ્રીને લઇને પ્રેસ કરી હતી. તેમજ ટ્વિટર હેન્ડલ પર વિગતો મૂકી હતી. આ પ્રેસ અને ટ્વિટમાં ગુજરાત યુનિવર્સિટીનો પણ ઉલ્લેખ કરાયો છે. ગુજરાત યુનિવર્સિટીએ માનહાનિનો કેસ કરતાં અમદાવાદની મેટ્રો કોર્ટે કેજરીવાલને 23મેએ હાજર રહેવા સમન્સ પાઠવ્યું છે.

મેટ્રો કોર્ટમાં બદનક્ષીની ફરિયાદ નોંધાવી
યુનિવર્સિટી તરફથી કુલસચિવ ડો. પિયુષ પટેલે મેટ્રો કોર્ટમાં ઇન્ડિયન પીનલ કોડ 500 અંતર્ગત માનહાનિની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદીએ કેજરીવાલ અને સંજયસિંઘની પ્રેસના વીડિયો, ટ્વીટના પુરાવા કોર્ટ સમક્ષ મુક્યા છે. જેમાં ગુજરાત યુનિવર્સિટીની પ્રતિષ્ઠાને નુકસાન થાય તેવા શબ્દો ઇરાદાપૂર્વક બોલાયાનો આક્ષેપ કરાયો છે. ગુજરાત યુનિવર્સિટી તરફથી વકીલ એ.એમ.નાયર કેસ લડી રહ્યા છે.

23 મેએ કોર્ટમાં હાજર થવા સમન્સ પાઠવ્યું
ફરિયાદીએ એમ પણ જણાવ્યું છે કે, વડાપ્રધાનની ડિગ્રી યુનિવર્સિટીની વેબસાઈટ પર પ્રસિદ્ધ છે. જોકે, કેજરીવાલ રાજ્યસેવક હોવા છતાં વ્યક્તિગત ટીપ્પણી કરી છે. આ ટીપ્પણીથી ગુજરાત યુનિવર્સિટી ખોટી અને બોગસ ડિગ્રી આપે છે. તે ફ્રોડ એક્ટિવિટી કરી છે. તેવી છાપ લોકોમાં પડે છે. આ પ્રાઈમાંફેસી ગુનો બને છે. સાહેદોની જુબાની અને પુરાવાની ચકાસણી કર્યા બાદ મેટ્રો કોર્ટે અરવિંદ કેજરીવાલ અને સંજયસિંઘની 23 મેના રોજ કોર્ટ સમક્ષ ઉપસ્થિત થવા સમન્સ પાઠવ્યા છે.

દારૂ કૌભાંડમાં કેજરીવાલની પૂછપરછ
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ રવિવારે સવારે 11.10 કલાકે દારૂ નીતિ કેસમાં પૂછપરછ માટે CBI ઓફિસ પહોંચ્યા હતા. તેમણે પહેલાં રાજઘાટ જઈને મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી હતી. આ પછી દિલ્હી સરકારના અનેક મંત્રીઓ, પાર્ટીના સાંસદો અને પંજાબના સીએમ ભગવંત માન તેમને CBI ઓફિસ સુધી મૂકવા ગયા હતા.

કેજરીવાલે રવિવારે સવારે વીડિયો જાહેર કરીને કહ્યું કે જ્યારે તેમણે કંઈ ખોટું કર્યું નથી તો પછી શું છુપાવવું. તેઓ (ભાજપ) ખૂબ શક્તિશાળી લોકો છે, કોઈપણને જેલમાં ધકેલી શકે છે, ભલે પછી કોઈએ ગુનો કર્યો હોય કે ન કર્યો હોય. ગઈકાલથી જ ભાજપના તમામ નેતાઓ કહી રહ્યા છે કે તેઓ કેજરીવાલની ધરપકડ કરાશે. કદાચ ભાજપે CBIને ધરપકડ કરવાનો પણ આદેશ આપ્યો હોઈ શકે છે.

ગુજરાત હાઈકોર્ટે કેજરીવાલને 25 હજારનો દંડ ફટકાર્યો
ઉલ્લેખનીય છે કે આ અગાઉ વડાપ્રધાનની ડિગ્રીની કોપી માગવાના મામલે ગુજરાત હાઇકોર્ટે પોતાનો ચૂકાદો આપ્યો હતો. હાઇકોર્ટે ચીફ ઈન્ફોર્મેશન કમિશનર (CIC)ના એ આદેશને રદ કર્યો હતો, જેમાં ગુજરાત યુનિવર્સિટીને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રી વિશે જાણકારી આપવાનો નિર્દેશ કર્યો હતો. સાથે જ કોર્ટે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને 25 હજારનો દંડ ફટકાર્યો છે.

જસ્ટિસ બિરેન વૈષ્ણવે કહ્યું હતું કે, વડાપ્રધાન કાર્યાલય (PMO)એ ગ્રેજ્યુએશન ડિગ્રી સર્ટિફિકેટ આપવું જરૂરી નથી. કોર્ટે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર 25,000 રૂપિયાનો દંડ પણ લગાવ્યો છે. દિલ્હીના મુખ્યમંત્રીએ પીએમના ડિગ્રી સર્ટિફિકેટની વિગતો માગી હતી.

PM નરેન્દ્ર મોદી અનુસાર, તેમણે 1978માં દિલ્હી યુનિવર્સિટીમાં ગ્રેજ્યુએશન પૂરું કર્યું હતું અને ગુજરાત યુનિવર્સિટીથી 1983માં પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું હતું. ગયા મહિને આ કેસની સુનાવણી દરમિયાન સોલિસિટર જનરલ તુષાર મહેતાએ યુનિવર્સિટીનો પક્ષ રાખતા કહ્યું હતું કે કેસમાં છુપાવવા જેવું કંઈ નથી, પરંતુ યુનિવર્સિટી પર જાણકારી આપવાનું દબાણ ન કરી શકાય.

કાયદાકીય મામલે જાણકારી આપતી વેબસાઈટ બાર એન્ડ બેન્ચ અનુસાર, સુનાવણી દરમિયાન તુષાર મહેતાએ કહ્યું, ‘લોકતંત્રમાં એ વાતથી કોઈ ફરક નથી પડતો કે હોદ્દા પર બેસેલો વ્યક્તિ ડોક્ટર છે કે અભણ. આ સિવાય આ કેસમાં જનહિત સાથે જોડાયેલી કોઈ વાત નથી.’

ગુજરાત યુનિવર્સિટીએ વર્ષ 2016માં ગુજરાત હાઇકોર્ટમાં પિટિશન કરી હતી અને દિલ્હી ચીફ ઇન્ફોર્મેશન કમિશનરના નિર્ણયને હાઇકોર્ટમાં પડકાર્યો હતો. દિલ્હીના ચીફ ઇન્ફર્મેશન કમિશનરે વડાપ્રધાન કાર્યાલયને આદેશ કર્યો હતો કે તે નરેન્દ્ર મોદીની ડિગ્રીના સિરિયલ નંબર સંલગ્ન યુનિવર્સિટીને મોકલાવે.. જે બાદ સંલગ્ન યુનિવર્સિટી ચીફ ઇન્ફોર્મેશન કમિશનર સમક્ષ રહેલા અરજદાર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને આ માહિતી પૂરી પાડે. વડાપ્રધાનની દિલ્હી યુનિવર્સિટીમાંથી કરેલી બેચલર્સની ડિગ્રી અને ગુજરાત યુનિવર્સિટી માંથી કરેલી માસ્ટર્સ ડિગ્રીના સિરિયલ નંબર સંદર્ભના યુનિવર્સિટીને મોકલી આપવા પ્રધાન મંત્રી કાર્યાલયને ચીફ ઇન્ફોર્મેશન કમિશનરે આદેશ કર્યો હતો.

આ આદેશને ગુજરાત યુનિવર્સિટીએ ગુજરાત હાઇકોર્ટ સમક્ષ પડકાર્યો છે. હાઇકોર્ટ સમક્ષ યુનિવર્સિટીએ દાવો કર્યો છે કે યુનિવર્સિટી એ વિદ્યાર્થી સાથે વિશ્વાસનો સંબંધ ધરાવે છે. આવા સંજોગોમાં કોઈ વિદ્યાર્થીની માહિતી આ રીતે જાહેર કરવી તે ગુપ્તતાના અધિકારનો ભંગ ગણાશે… યુનિવર્સિટીએ દાવો કર્યો કે ચીફ ઇન્ફોર્મેશન કમિશનર સમક્ષ યુનિવર્સિટી પક્ષકાર હતી નહીં એટલે ચીફ ઇન્ફોર્મેશન કમિશનર યુનિવર્સિટીને આ રીતે નિર્દેશ આપી શકે નહીં.

સોલિસિટર જનરલે કહ્યું- અયોગ્ય માગણી માટે જાણકારી ન આપી શકાય
તેમણે કહ્યું હતુ કે, કોઈની અયોગ્ય માગ પૂરી કરવા માટે કોઈ પણ માહિતી ન આપી શકાય. તુષાર મહેતાએ કહ્યું કે, જે જાણકારી માગવામાં આવી છે, તેની વડાપ્રધાનની કામગીરી સાથે કોઈ લેવાદેવા નથી.

અન્ય સમાચારો પણ છે…
أحدث أقدم