આણંદ15 મિનિટ પહેલા
- કૉપી લિંક
- આણંદ જિલ્લાના 61 કેન્દ્ર પર 22,290 ઉમેદવારો પરીક્ષા આપશે
- આણંદની પાયોનિયર હાઇસ્કૂલ ખાતે સ્ટ્રોંગરૂમ તૈયાર કરાયો
જુનિયર ક્લાર્કની પરીક્ષા યોજાનાર છે.ત્યારે આણંદ ખાતેના કેન્દ્ર ઉપરથી 22,290 ઉમેદવારો પરીક્ષા આપવાના હોય તે માટે પરીક્ષામાં ક્ષતિ ન રહે તે માટે જિલ્લા વહીવટી તંત્રે પોલીસ વિભાગ સાથે મળી તૈયારીને આખરી ઓપ આપ્યો છે.તંત્ર દ્વારા કુલ 61 પરીક્ષા કેન્દ્રો સીસીટીવી કેમેરાથી સજજ તૈયાર કરવામાં આવ્યા છે.તેમજ કોઇ ઇલેક્ટ્રોનિક ગેઝેટ પરીક્ષામાં લઇ જવાશે નહીં. કોલ લેટર, સરકાર માન્ય ઓળખપત્રના આધારે કેન્દ્રમાં પ્રવેશ મળશે તેમ તંત્રના સુત્રોએ જણાવ્યુ હતું.
રાજ્ય સરકાર દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષાઓ લેવામાં આવી રહી છે, જેને કારણે અનેક વિદ્યાર્થીઓને સરકારી નોકરી મળવાની તક ઊભી થઈ રહી છે. પરંતુ સાથે સાથે વિદ્યાર્થીઓની હતાશા પણ સતત વધી રહી છે. ગુજરાતમાં પરીક્ષા પહેલા જ પેપરો ફૂટી જવાના સતત વધતા કિસ્સાઓને કારણે વિદ્યાર્થીઓમાં ચિંતા જોવા મળી રહી છે. ગત 29-1-2023ના રોજ પંચાયત સેવા પસંદગી મંડળ વર્ગ 3 જૂનિયર ક્લાર્કની પરીક્ષા પેપર લીક થતા રદ્દ કરવામાં આવી હતી, જે 9 એપ્રિલને રવિવારના રોજ ફરી યોજાવા જઈ રહી છે.
એક ક્લાસરૂમમાં 30 વિદ્યાર્થીઓને બેસાડવામાં આવશે. તમામ વર્ગખંડ સીસીટીવી કેમેરાથી સજ્જ છે. આ ઉપરાંત પેપર લીક કરનાર પણ જે નવો કાયદો લાગુ કર્યો છે જેમાં 10 વર્ષની સજાની જોગવાઈ છે અને બિન જામીનપાત્ર છે તેની પણ જાણકારી આપી હતી.આણંદ જીલ્લામાં 4 જેટલી ફ્લાઈંગ સ્કવોર્ડ પણ હશે .જિલ્લામાં 22,290 પરીક્ષાર્થીઓ આપશે. 61 કેન્દ્રો ઉપર પરીક્ષામાં કોઈપણ પ્રકારની ગેરરીતિ ન થાય તે માટે જુદી જુદી ટીમો પોલીસ બંદોબસ્ત સાથેની ટીમોને તૈયાર રાખવામાં આવી છે.
ખાસ કરીને 743 બ્લોક અને 20 રૂટો નક્કી કરવામાં આવ્યા છે. 2320થી વધુ કર્મીઅો તૈનાત રહેશે.આ ઉપરાંત પરીક્ષા કેન્દ્રો ઉપર ઉમેદવારોની ચકાસણી માટે પોલીસ સ્ટાફ સાથે ટીમોને તૈયાર રાખવામાં આવશે. શાળા દીઠ એક કેન્દ્ર સંચાલક, વર્ગખંડ દીઠ એક નિરીક્ષક અને સુપરવાઇઝરની સાથે એક બોર્ડ પ્રતિનિધિ ફરજ બજાવશે.તેમજ આણંદની પાયોનિયર હાઇસ્કૂલ ખાતે સ્ટ્રોંગરૂમ તૈયાર કરી દેવામાં આવ્યો છે.